તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે વધુ 8 કેસ નોંધાયા, છેલ્લા ત્રણ દિવસમાં 22 કેસ નોંધાતા ફફડાટ

વલસાડ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
 • જિલ્લાની 6 ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગ સતર્ક બન્યું

વલસાડ જિલ્લામાં વધતા જતા કોરોનાના કેસોને ધ્યાને રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ એલર્ટ થઈ ગયું છે. જિલ્લામાં મહારાષ્ટ્ર અને ગુજરાતના મહા નગરોમાંથી આવતા લોકોનું સ્ક્રીનીંગ વધારવામાં આવ્યું છે. મહારાષ્ટ્રથી રાજ્યમાં આવવા કોરોના નેગેટિવ રીપોર્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. જિલ્લાના 6 ચેકપોસ્ટ ઉપર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવ્યું છે.

વલસાડ જિલ્લામાં ગુરુવારે 8 નવા કેસ સાથે કુલ 1422 કેસ નોંધાયા છે. જેમાંથી આઈસોલેશન વોર્ડમાં 43 કોરોના સંક્રમિત દર્દીઓ દાખલ છે. જ્યારે 1237 જ્યારે 9 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાનો લઈને મૃત્યુ પામ્યા છે. અને 144 કોરોના સંક્રમિત દર્દીઓ અન્ય બીમારીના કારણે મૃત્યુ પામ્યા છે. ગુરૂવારે વલસાડ તાલુકામાં એક દિવસ માં 5, વાપી તાલુકામાં 2 અને ધરમપુર તાલુકામાં 1 કેસ ગુરૂવારે નોંધાયો હતો. જેટલા કેસો નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું છે. જેની સાથે વલસાડ તાલુકામાં 576, પારડી 199, વાપી 418, ઉમરગામ 120, ધરમપુર 54 અને કપરાડા 66 કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. વલસાડ આરોગ્ય વિભાગની ટીમે કોરોના સંક્રમણ અટકાવવા જિલ્લાના વિવિધ સ્થળોએ કોરોના રસીકરણ જુમ્બેશ હાથ ધરીને જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રો ઉપર રસીકરણ જુમ્બેશ હાથ ધરી છે. જેમાં 25 માર્ચ સુધીમાં કુલ 1,00,365 લોકોએ કોરોના રસી મુકાવી છે. જ્યારે 20,181 કોરોના વોરિયર્સએ કોરોના રસીના બંને ડોઝ લીધા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો