રાજ્યમાં ફરી કોરોનાના કેસમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લામાંથી આજે કોરોનાના નવા 5 કેસ સામે આવ્યાં છે. જેને લઈ જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 12 થયો છે. આજે વલસાડ તાલુકામાંથી 4 અને ઉમરગામ તાલુકામાંથી 1 મળી કોરોનાના 5 કેસ સામે આવતા આરોગ્ય વિભગની ટીમ દોડતી થઈ હતી. સંક્રમિત દર્દીઓના વિસ્તારમાં લક્ષણો ધરાવતા લોકોના RT-PCR ટેસ્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકોને કોરોનાના સામાન્ય લક્ષણ જણાઈ આવે તો નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર ટેસ્ટિંગ કરાવવા અપીલ કરી છે.
વલસાડ તાલુકાના નોંધાયેલા 4 સંક્રમિત દર્દીઓ પૈકી એક કેદારનાથ દર્શન કરી ઘરે પરત ફરતા કોરોનાના લક્ષણ જણાઈ આવતા ટેસ્ટ કરાવ્યો હતો, જ્યારે બીજા સંક્રમિત દર્દીની અન્ય રાજ્યમાં ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે. ત્રીજા કોરોના સંક્રમિત વ્યક્તિ ગઈ કાલે જાહેર થયેલા સંક્રમિત દર્દીની કોન્ટેક હિસ્ટ્રી સામે આવી છે. જ્યારે ચોથા કેસમાં યુવક શિપમાં નોકરી માટે જવાનો હોવાથી ટેસ્ટ કરાવતા કોરોના સંક્રમિત જાહેર થયો હતો. ઉમરગામ તાલુકાની મહિલા કોરોના સંક્રમિત દર્દીના સંપર્કમાં આવતા સંક્રમિત બની હોવાનું તાલુકા આરોગ્ય અધિકારી અનિલ પટેલે જણાવ્યું છે.
વલસાડ જિલ્લામાં થોડા દિવસોથી કોરોના સંક્રમણનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. કોરોના વાયરસ જાણે જિલ્લામાંથી ચાલ્યો ગયો હોય તેમ લોકો ખુલ્લેઆમ ફરતા જોવા મળ્યા હતા. ત્યારે આજરોજ વલસાડ તાલુકા અને ઉમરગામ તાલુકાના સંક્રમિત દર્દીઓની કોન્ટેક અને ટ્રાવેલ હિસ્ટ્રી મેળવી આરોગ્ય વિભાગની ટીમે સંક્રમણ ઘટાડવા પ્રયાસ હાથ ધર્યો છે. બંને દર્દીઓ સંક્રમિત જાહેર થતા જિલ્લા આરોગ્ય વિભગની ટીમ દોડતી થઈ હતી.
વલસાડ જિલ્લામાં કુલ 12 એક્ટિવ કેસ નોંધાયા છે. આ 12 દર્દીઓ પૈકી વલસાડ તાલુકામાં 7, પારડી તાલુકામાં 1, ઉમરગામ તાલુકામાં 3, અને વાપી તાલુકામાં 1 મળી કુલ 12 એક્ટિવ કેસ નોંધાયા છે. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં કોવિડ-19ના કુલ 5,83,924 લોકોએ ટેસ્ટ કરાવ્યા જેમાંથી 5,71,195 દર્દીઓ નેગેટિવ જ્યારે 12,729 દર્દીઓ પોઝિટિવ આવ્યા હતા. જ્યારે 12,221 જેટલા દર્દીઓને રજા આપવામાં આવી હતી. જ્યારે કોરોનાના કારણે 84 તેમજ કોમોડિટીના કારણે 412 કોરોના સંક્રમિતોના મૃત્યુ થયા છે. તો જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી સૂચારૂં રીતે ચાલી રહી છે અને અત્યાર સુધીમાં 31,22,023 જેટલા ડોઝ મુકવામાં આવ્યા છે. બુસ્ટર ડોઝની સંખ્યા 86,728 સુધી પહોંચી છે.
4 પુરૂષ અ્ને 1 મહિલા કોરોના પોઝિટિવ | |||
તાલુકો | ગામ | ઉમર | પુ.સ્ત્રી |
વલસાડ | દિવેદ | 60 | પુરૂષ |
વલસાડ | ભદેલી | 48 | પુરૂષ |
વલસાડ | કોસંબા | 32 | પુરૂષ |
વલસાડ | મોટાતાઇવાડ | 59 | પુરૂષ |
ઉમરગામ | ચિત્રકુટ,ઉમરગામ | 50 | સ્ત્રી |
છેલ્લે 17 ફેબ્રુઆરીએ 5 કેસ નોંધાયા હતા
આ અગાઉ છેલ્લે 1 દિવસમાં 17 ફેબ્રુઆરીએ સાગમટે 5 કેસ કોરોનાના નોંધાયા હતા. જેમાં અબ્રામામાં 33 વર્ષીય મહિલા, અતુલમાં યુવક, પારડી વૃંદાવન સોસાયટીમં 28 વર્ષીય યુવાન, ધરમપુરના આંબોસી ભવઠાણમાં યુવક અને કપરાડાના પાનસમાં વૃધ્ધ સહિત 5 કેસ મળ્યા હતા.
છેલ્લા 9 દિવસમાં 14 કેસ કયાં નોંધાયા
વલસાડ જિલ્લામાં 31 મેના રોજ ઉમરગામમાં મહિલા અ્ને તેનો 7 વર્ષીય બાળક સાથે 2 કેસ,2 જૂને 2 કેસ જેમાં વાપીમાં 1 અને સરીગામમાં 1 કેસ,6 જૂને 3 કેસ નોંધાયા જેમાં વલસાડના ભદેલીમાં 2 કેસ અને પારડીના બાલદામાં 1 કેસ હતો.બાદમાં 7 જૂને વધુ 2 કેસ નોંધાયા જેમાં વલસાડના કોસંબામાં 1 કેસ અને ઉમરગામ ગાંધીવાડીમાં 1 કોરોના કેસ નોંધાયો હતો.8 જૂને એક જ દિવસમાં 5 વધુ કેસ સામે આવતાં છેલ્લા 9 દિવસમાં જ 14 કેસ નોંધાઇ ગયા છે. 1 એપ્રિલના રોજ વલસાડ વશીયરમાં મહિલા દર્દીનો 1 કેસ,2 એપ્રિલે વશીયરમાં જ મહિલાના 2 બાળકો સંક્રમિત થયા હતા.1 માર્ચે 3 કેસ જેમાં 2 વાપી અ્ને 1 કપરાડામાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.