કોરોના અપડેટ:વલસાડ જિલ્લામાં કોરોનાના નવા 3 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 40 પર પહોંચી

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ફરી કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય વિભાગ દોડતુ થયું
  • જિલ્લામાંથી 5 દર્દીઓએ કોરોનાને માત આપી

વલસાડ જિલ્લામાં છેલ્લા 3 અઠવાડિયાથી કોરોનાએ ફરીથી માથુ ઊંચક્યું છે. દરરોજ ચારથી પાંચ કેસ સામે આવતા જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 40 પર પહોંચી ચૂકી છે. ત્યારે જિલ્લામાં આજે સોમવારે કોરોનાના નવા 3 કેસ નોંધાયા છે. વલસાડ જિલ્લામાંથી આવેલા 3 કેસ પૈકી વલસાડ તાલુકાના 2 અને પારડી તાલુકામાંથી 1 નવો કેસ સામે આવ્યો છે.

વલસાડ જિલ્લામાં કોરોનની બીજી લહેર કાબૂમાં આવ્યાં બાદ કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ફરી એકવાર ઉછાળો આવ્યો છે. છેલ્લા 3 અઠવાડિયાથી જિલ્લામાં પોઝિટિવ કેસ નોંધાવાનો સિલસિલો યથાવત છે. આજે સોમવારે વલસાડ જિલ્લામાં કોરોનાના નવા 3 કેસ સામે આવ્યાં છે. જેના કારણે વલસાડ જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 40 પર પહોંચી છે. જેને લઈને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે. જિલ્લામાં છેલ્લા બે દિવસ દરમિયાન નવા કેસની સંખ્યામાં વધારો થતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. જોકે, જિલ્લામાંથી 5 કોરોના સંક્રમિત દર્દીઓએ કોરોનાને માત આપી છે.

જી.એમ.ઇ.આર.એસ. ખાતે આજદિન સુધી 2,62,261 સેમ્‍પલના ટેસ્‍ટ કરાયા છે, જે પૈકી 2,56,110 સેમ્‍પલ નેગેટિવ અને કુલ 6,151 સેમ્‍પલ પોઝિટિવ આવ્‍યાં છે. કુલ 5,659 દર્દીઓએ સારવાર મેળવી કોરોનાને માત આપી છે.

જિલ્લામાં 18 વર્ષથી વધુ ઉંમરના 12,20,088 વ્‍યક્‍તિઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્‍યો છે. જ્યારે 6,33,643 લોકોએ કોરોના રસીનો બીજો ડોઝ મુકાવી ચુક્યાં છે.

વલસાડ જિલ્લામાં સંક્રમણ વધતા આરોગ્ય વિભાગે વધુ તકેદારી લેવાની શરૂઆત કરી દીધી છે. જિલ્લામાં વધતા જતા કોરોનાના આંકને અંકુશમાં લાવવા સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોના RT-PCR ટેસ્ટ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સંક્રમિત દર્દીઓના વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે. વલસાડ તાલુકામાં 33 એક્ટિવ, પારડી તાલુકાના 2 એક્ટિવ કેસ, વાપી તાલુકામાં 5 એક્ટિવ કેસ, ઉમરગામ તાલુકામાં 0 એક્ટિવ કેસ, ધરમપુર તાલુકામાં એક્ટિવ કેસ 0 અને કપરાડા તાલુકામાં 0 એક્ટિવ કેસ નોંધાયા છે. વલસાડ જિલ્લામાં નોંધાયેલા 6,151 સંક્રમિત કેસ સામે 5,659 કોરોના સંક્રમિત દર્દીઓ કોરોના સામે જિંદગીનો જંગ જીતી ચુક્યાં હતા. વલસાડ જિલ્લામાંથી ધરમપુર, ઉમરગામ બાદ કપરાડા તાલુકો પણ કોરોના મુક્ત તાલુકો થઈ ચૂક્યો છે. ત્રણેય તાલુકામાં એકપણ એક્ટિવ કેસ નથી જેને લઈને આરોગ્ય વિભાગને ઘણી રાહત મળી છે.

અન્ય સમાચારો પણ છે...