વલસાડ જિલ્લામાં ગત સપ્તાહ દરમિયાન 4 પોઝિટિવ કેસ નિકળ્યા બાદ આ સપ્તાહના પ્રથમ દિને વધુ 3 દર્દી કોરોના સંક્રમિત થયા હતા.જિલ્લામાં કોરોના ગાયબ થઇ ગયા બાદ ફરીથી દેખાવા માડતાં ચિંતા ઉપજાવનારી સ્થિતિ સર્જાઇ રહી છે. વલસાડ તાલુકાના ભદેલી દરજીવાડમાં રહેતી 75 વર્ષીય વૃધ્ધાનો લેબોરેટરી કોરોના ટેસ્ટ ભદેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કરવામાં આવતા પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.
જ્યારે ભદેલીના જ આ ફળિયામાં રહેતા 24 વર્ષીય યુવકનો પણ કોરોના ટેસ્ટ પોઝિટિવ નિકળ્યો હતો.આ ઉપરાંત વલસાડ જિલ્લાના પારડીમાં ચીવલ રોડ ઉપર એલએન્ડટી વર્ક સાઇટ ઉપર કામ કરતા એક 22 વર્ષીય યુવકનો કોરોના ટેસ્ટ બાલદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરાવવામાં આવ્યો હતો,જ્યાં આ યુવકનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ નિકળ્યો હતો.
આમ એક જ દિવસમાં 3 કોરોના કેસ નોંધાતા ચિંતા વધી ગઇ હતી.હજી પણ કોરોના ગયો નથી તે હકીકત સમજવાની સૌને જરૂર છે.બાકી વેક્સિનેશન, માસ્ક, સોશ્યિલ ડિસ્ટેન્સિંગ, હેન્ડવોશ, સેનિટરાઇઝિંગનો અમલ કરવો અનિવાર્ય છે. જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી કોરોનાના છૂટા છવાયા કેસ આવી રહ્યા હોય જાહેર જનતાએ તેને ગંભીરતાથી લેવાની જરૂર છે. કારણ કે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાએ માથુ ઉચક્યું છે. જે જોતા ફરી કોરોનાની લહેર લોકોને લપેટમાં લેય તે પૂર્વે જાહેર જનતાએ ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળવુ રહ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.