વિધાનસભાની ચૂંટણી:વલસાડ જિલ્લામાં અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ વધુ 2,779 મતદારો ઉમેરાયા

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લાના મતદારોની અંતિમ મતદારયાદી પ્રસિદ્ધ થયા બાદ વધુ 2,779 મતદારો ઉમેરાયા છે. જેની સાથે કુલ મતદારોની સંખ્યા 13,29,239 થઈ છે. નવા ઉમેરાયેલા આ તમામ મતદારો પણ તા.1લી ડિસેમ્બરે ચૂંટણીમાં મતદાન કરી શકશે. વલસાડ જિલ્લામાં કુલ 31,412 નવા યુવા મતદારો નોંધાયા છે. જે પ્રથમ વખત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં પ્રથમ વખતે મતદાન કરશે.

2022ની ચૂંટણીમાં 1,62,323 મતદારોનો વધારો
વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ક્ષિપ્રા આગ્રેએ અગાઉ અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરી હતી, ત્યારે તા.10 ઓક્ટોબર 2022ની સ્થિતિએ વલસાડ જિલ્લામાં મતદારોની સંખ્યા 13,26,460 હતી. જેમાં 18-19 વર્ષના કુલ 31,412 યુવા મતદારો નોંધાયા હતા. જેઓ સૌ પ્રથમવાર તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. વિધાનસભા 2017 ચૂંટણીની સરખામણીમાં વિધાનસભા 2022ની ચૂંટણીમાં 1,62,323 મતદારોનો વધારો થયો છે. જે ટકાવારીની દ્રષ્ટીએ 13.94 ટકા થયો છે. ત્યારબાદ પણ મતદાર યાદીમાં સતત નામ ઉમેરવા અને સુધારાની પ્રક્રિયા ચાલુ રહી હતી. જેને પગલે તા. 4 નવેમ્બર 2022ની સ્થિતિએ વલસાડ જિલ્લામાં વધુ નવા 2,779 મતદારો ઉમેરાયા છે. હવે તા.1 ડિસેમ્બરે વલસાડ જિલ્લાના 1,392 મતદાન મથકો પર મતદાન થનાર છે જેમાં જિલ્લાના કુલ 13,29,239 મતદારો મતદાન કરશે.

મતદાન માટેના અધિકૃત આધાર-પુરાવાઓ
1.આધાર કાર્ડ,
2. ડ્રાઈવિંગ લાઈસન્સ,
3. પાન કાર્ડ,
4. ભારતીય પાસપોર્ટ,
5. ફોટો વાળી મતદાન સ્લીપ,
6. મનરેગા જોબ કાર્ડ,
7. બેંક અથવા પોસ્ટ ઓફિસ દ્વારા ફોટોગ્રાફ સાથે ઈસ્યુ કરાયેલી પાસબુક,
8. શ્રમ મંત્રાલય દ્વારા આપવામાં આવેલા હેલ્થ ઈન્સ્યુરન્સ સ્માર્ટ કાર્ડ,
9. NPR હેઠળ RGI દ્વારા આપવામાં આવેલા સ્માર્ટ કાર્ડ,
10. ફોટો સાથેનો પેન્શન દસ્તાવેજ,
11. કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર/જાહેર સાહસો/પબ્લિક લિમિડેટ કંપનીઓના કર્મચારીઓને આપવામાં આવેલ ફોટો ધરાવતુ ઓળખકાર્ડ,
12. સંસદસભ્ય/ધારાસભ્ય/વિધાન પરિષદના સભ્યને આપવામાં આવેલ અધિકૃત ઓળખ કાર્ડ અને
13. Unique Disablity ID (UDID) Card, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, ભારત સરકાર.

અન્ય સમાચારો પણ છે...