વલસાડ જિલ્લામાં કોરોના દર્દીની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો નોંધાઇ રહ્યો છે.ગુરૂવારે પણ નવા દર્દીનો આંકડો ઘટીને 22 પર નીચે ઉતરી ગયો હતો.જેમાં 8 વર્ષીય બાળા અને 16 વર્ષીય તરૂણ કોરોના પોઝિટિવ થયા હતા.આ સાથે 2 દર્દીના મોત પણ થયા હતા.જો કે તેની સામે 43 દર્દી કોરોના જંગ જીતીને સાજા થઇ જતાં ઘરે પહોંચ્યા હતા.
કોરોના સંક્રમણ વધવાનો સિલસિલો હવે છેલ્લા 1 માસથી ક્રમશ: ઘટી રહ્યો છે.ગુરૂવારે પણ જિલ્લામાં 22 નવા દર્દી સામે આવ્યા હતા.જો કે બાળકોના સંક્રમણના કેસ પણ નોંધાતા ચિંતા પ્રસરી છે.બુધવારે 5 બાળા સંક્રમિત થયા બાદ ગુરૂવારે પણ સુગર ફેક્ટરી પાસે પારનેરાની એક 8 વર્ષીય બાળા અને વાપીની આરઆઇબી કોલોનીનો 16 વર્ષીય તરૂણ પોઝિટિવ થતાં સાવધાની જરૂરી બની છે.
જિલ્લામાં 22 નવા કેસ નોંધાયા છે તેની સામે 43 દર્દી સાજા થઇ જતાં પરિવારે રાહતની લાગણી અનુભવાઇ હતી.વલસાડના રોણવેલના 55 વર્ષીય મહિલા અ્ને ઉમરગામ એકલારા વારલીવાડના 31 વર્ષીય યુવાન સહિત 2 દર્દીના મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ સર્જાયો હતો.
બાળકોને ઘરમાં સુરક્ષિત રાખવા જરૂરી
જે પરિવારોમાં નોકરી,ધંધો કરનાર સભ્યો બહાર જતાં હોય તેમણે કોરોનાથી બચવા માટે કોવિડ-19ની ગાઇડલાઇનનો ચૂસ્ત અ્ને કડકાઇથી પાલન કરવું જરૂરી છે.બાળકો તો હાલે સ્કૂલ કે અન્ય મનોરંજનના સ્થળો બંધ હોવાથી બહાર નિકળતાં નથી પણ જો ઘરમાં કોઇ સંક્રમિત હશે તો બાળકોને સંક્રમણ ન લાગે તેની ચોકસાઇ ચોક્કસ રાખવી પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.