તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટ:વલસાડ જિલ્લામાં 2 ડોકટર અને પિતા પૂત્રી સહિત 21 કોરોના સંક્રમિત થયા

વલસાડ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • એપ્રિલના 3 દિવસમાં જ 57 કેસ, 35 પુરૂષ અને 22 મહિલા પોઝિટિવ
 • પારડીમાં 5, વાપી 3, ઉમરગામ 1 અને કપરાડામાં 1 કેસ નોંધાયો

એપ્રિલ-2021નો પ્રારંભ થતાં જ જિલ્લામાં કોરોનાનો બિહામણો ચહેરો સામે આવી રહ્યો છે.શનિવારે વલસાડ જિ.માં 21 કેસ નોંધાયા હતા.જેમાં અબ્રામા અને હાલરના 2 ખાનગી ડોકટર,પિતાપૂત્રી અને સરકારી કર્મચારીનો પણ સમાવેશ થાય છે.ચાલૂ માસના પ્રથમ 3 દિવસમાં જ 57 કોરોના પોઝિટિવ કેસ પૈકી સૌથી વધુ વલસાડમાં જ 35 કેસ નોંધાઇ ચૂક્યા છે.

જિલ્લામાં માર્ચમાં કેસોની ગતિમાં વધારો જોવા મળ્યો હતો.જેના પગલે સંક્રમણ વધતાં એપ્રિલથી કોરોના કેસોમા માર્ચ કરતા પણ વધુ કોરોના પોઝિટિવ કેસો સામે આવતાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે.એપ્રિલના પ્રથમ 3 દિવસમાં જ કોરોનાના 57 કેસ મળી આવતાં આગામી દિવસોમાં ગંભીર સ્થિતિ સર્જાવાના સંકેત મળી રહ્યા છે.તંત્ર અને આરોગ્ય વિભાગે કોવિડ-19ની ગાઇડલાઇનનો ચૂસ્ત અમલ કરવા પર ભાર મૂકી ચેકિંગની કાર્યવાહી હાથ ધરી છે.

શનિવારે વલસાડ જિલ્લામાં કુલ 21 કેસ નોંધાયા હતા.જેમાં વલસાડ તાલુકામાં જ 11 કેસ જોવા મળ્યા હતા.જ્યારે અન્ય તાલુકા પારડીમાં 5,વાપી 3, ઉમરગામ તાલુકામાં 1 અને કપરાડા તાલુકામાં 1 કેસ પોઝિટિવ મળ્યો હતો.

વલસાડમાં અહિ 11 કેસ નોંધાયા
વલસાડમાં નોંધાયેલા 11 કેસમાં ટેકરા ફળિયા,પ્રતીક્ષા એપા.માં 62 વર્ષીય પુરૂષ, 30 વર્ષીય મહિલા,73 વર્ષીય પુરૂષ, નનકવાડા, ટીવી રિલેકેન્દ્ર 35 વર્ષીય મહિલા, હાલર સાંન્નિધ્ય એપા.માં 53 વર્ષીય પુરૂષ, ક્ષિતિજ એપા.માં 54 વર્ષીય પુરૂષ અને 24 વર્ષીય પુરૂષ, અબ્રામામાં ઠાકોરજી પાર્કમાં 28 વર્ષીય પુરૂષ,ગર્વેનમેન્ટ કોલોનીમાં 33 વર્ષીય પુરૂષ, ઋષિકેશ એપા.માં 26 વર્ષીય મહિલા, હાલર રોડ 30 વર્ષીય મહિલા

પારડી, વાપી, ઉમરગામ, કપરાડામાં ક્યાં કેેસ નોંધાયા
પારડીમાં નોંધાયેલા 5 કેસમાં રતનવાડી સ્ટેટબેંકની પાછળ 28 વર્ષીય મહિલા, કોટલાવ નરોત્તમ નગરમાં 35 વર્ષીય પુરૂષ, ઓમ એપાર્ટમેન્ટમાં 21 વર્ષીય યુવક,ઉદવાડામાં 32 વર્ષીય મહિલા, કિલ્લા પારડી 42 વર્ષીય પુરૂષ, વાપીમાં નોંધાયેલા 3 કેસમાં ચણોદ કોલોનીમાં 19 વર્ષીય યુવક, છરવાડા સાઇશ્રુષ્ટિ એપા.માં 33 વર્ષીય યુવાન, એકતા રોયલ-એ, આસોપાલવ કોમ્પલેક્સમાં 43 વર્ષીય પુરૂષ,ઉમરગામ ફણસા રતન ફળિયામાં 49 વર્ષીય પુરૂષ, જ્યારે જિલ્લાના બહુધા આદિવાસી એવા કપરાડાના દાબખલ નિશાળ ફ.માં 30 વર્ષીય યુવાન પોઝિટિવ

વલસાડ પૂર્વ પ્રમુખ કોરોના પોઝિટિવ
વલસાડ તા.પંચાયતના સભ્ય અને પૂર્વ પ્રમુખને રેપિડ એન્ટિજન ટેસ્ટમાં કોરોનાના પોઝિટિવ રિપોર્ટ આવતાં તાલુકા પંચાયત કચેરીમાં દોડધામ મચી ગઇ હતી.આ દરમિયાન તાલુકા પંચાયતમાં આવતા સભ્યો અને અરજદારોની અવરજવર સતત ચાલુ રહેતાં સંક્રમણનો ખતરો વધી ગયો હતો.

વલસાડમાં સોમવારથી રાતે 8 પછી દુકાનો બંધ રાખવાનો નિર્ણય
વલસાડમાં 3 દિવસમાં જ 35 કેસ નોંધાતા ચિંતાનો માહોલ છે.વધુ સંક્રમણ ફેલાવાની સંભાવનાથી લોકોમાં ડરનો માહોલ છે. આ સાથે વલસાડ તાલુકા હોલસેલ વેપારી મંડળ, ચેમ્બર્સ ઓફ કોમર્શ,જ્વેલર્સ સહિતના વેપારીઓ સાથે પ્રાંત અધિકારી વચ્ચે તાકીદની બેઠક મળી હતી.જેમાં વલસાડ તાલુકામાં કોરોનાની સ્થિતિ ધ્યાને લઇને થયેલી ચર્ચાના અંતે વેપારીઓએ 5 એપ્રિલ સોમવારથી રાતે 8 પછી દૂકાનો બંધ રાખવાનો નિર્ણય લીધો હતો.

છીપવાડ અનાજ બજાર સવારથી રાતે 8 સુધી જ ચાલૂ રહેશે
શનિવારે પ્રાંત અધિકારી સાથેની બેઠકમાં ચર્ચા બાદ લેવાયેલા નિર્ણય મુજબ સૌથી મોટા છીપવાડ અનાજ અને કરિયાણા માર્કેટ સોમવારથી સવારે રાબેતા મુજબ શરૂ થઇ રાત્રિના 8 સુધી જ ચાલૂ રહેશે.બહારથી અનાજની ટ્રકો રાબેતા મુજબ ખાલી કરાવાની રહેશે.માસ્ક,સોશ્યિલ ડિસ્ટેન્સનો સખતાઇથી પાલન કરવા અનુરોધ કરાયો છે. > પ્રદીપ કોઠારી,મહામંત્રીવલસાડ તાલુકા હોલસેલ વેપારી મંડળ

એપ્રિલના 3 દિવસમાં કોરોના
​​​​​​​

તારીખકેસપુરૂષસ્ત્રીડિસ્ચાર્જ
1 એપ્રિલ17984
2 એપ્રિલ191187
3 એપ્રિલ211567
કુલ57352218

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો