વલસાડ જિલ્લામાં કોરોના લગભગ નિર્મૂળ જેવી સ્થિતિમાં હોવા છતાં ફરીથી દેખા દીધી છે.વલસાડ જિલ્લાના વાપીમાં એક આધેડ અને ઉમરગામમાં 1 મહિલા કોરોના પોઝિટિવ આવતાં ચિંતા પેઠી છે.છેલ્લે 31 મે 2022ના રોજ ઉમરગામ ગાંધીવાડીમાં 37 વર્ષીય મહિલા અને 7 વર્ષીય બાળકનો પોઝિટિવ કેસ આવ્યા બાદના ટૂંકા સમયમાં જ વધુ બે કેસ નોંધાયા છે.
વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ લગભગ ગાયબ થઇ ગયું હોય તેવું લાગતું હતું,પરંતુ આ માન્યતા સાચી ઠરી નથી.31 મે 2022ના રોજ ઉમરગામમાં ગાંધીવાડીમાં એક મહિલા અને તેના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.ત્યારબાદના ટૂંકા જ ગાળામાં ફરીથી વધુ 2 કેસ સામે આવ્યા છે.
જેમાં ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે રહેતી 40 વર્ષીય મહિલા અને વાપીના ખડકાલા ખાતે રહેતા 54 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.આમ એક જ સપ્તાહ દરમિયાન 4 કોરોનાના દર્દી સામે આવતા ચિંતા પેઠી છે.જેને લઇ કોરોના સંક્રમણથી બચવાની હજીય જરૂર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.