તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:વલસાડ જિલ્લામાં કોરોના હાંફ્યો, આજે નવા 9 કેસ સામે 19 દર્દી ડીસ્ચાર્જ થયા

વલસાડ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 117 થઈ

વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત છે. જિલ્લામાં દરરોજ નોંધાતા કેસની સંખ્યા હવે સિંગલ ડિજિટમાં આવી ગઈ છે. આજે નવા 9 કેસ નોંધાયા હતા. તો 19 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા હતા.

આજે નવા નોંધાયેલા કેસોમાં વલસાડ તાલુકાના 05, પારડીમાં 01, વાપીમાં 00, ઉમરગામમાં 02, ધરમપુરમાં 00 અને કપરાડામાં 01 કેસોનો સમાવેશ થાય છે. GMERS, વલસાડ ખાતે આજદિન સુધી 1,37,609 સેમ્‍પલના ટેસ્‍ટ કરાયા છે, જે પૈકી 1,34,703 સેમ્‍પલ નેગેટીવ અને 5960 સેમ્‍પલ પોઝીટીવ આવ્‍યા છે.જિલ્લામાં હવે કોરોનાના 117 એક્ટિવ કેસ રહ્યા છે.

વલસાડ જિલ્લામાં કરાયેલા વેકસીનેશનની વિગતો જોઇએ તો પહેલા તબક્કામાં 15,771 ને પ્રથમ ડોઝ અને 12,590ને બીજો ડોઝ, બીજા તબક્કામાં 24,164ને પ્રથમ ડોઝ અને 13,160ને બીજો ડોઝ આપવામાં આવ્‍યો છે. જ્‍યારે ત્રીજા તબક્કામાં 45 વર્ષની ઉપરના 2,42,155 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ અને 1,07,134 વ્‍યક્‍તિઓને બીજો ડોઝ તેમજ 45થી 59 વર્ષની વય જૂથના 32,720 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્‍યો છે.

અન્ય સમાચારો પણ છે...