તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, વલસાડમાં 17 નવા કેસ નોંધાયા

વલસાડ11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
 • સંઘપ્રદેશ દાનહમાં નવા 14 કેસ, દમણમાં નવા 3 કેસ

વલસાડ જિલ્લામાં વધતા જતા ગ્રાફને અટકાવવા જિલ્લા વહીવટી તંત્ર યથાર્થ પ્રયત્નો કરી રહ્યું છે. જિલ્લાની 6 ચેકપોસ્ટ ઉપર જિલ્લા બહારથી આવતા તમામ લોકોનું સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.તેની વચ્ચે ગુરૂવારે વલસાડમાં 17 નવા કેસ નોંધાતા જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટી તંત્ર દોડતું થયું હતું.

વલસાડ તાલુકાના 12, પારડી તાલુકામાં 2 અને વાપી તાલુકામાં 3 કોરોના સંક્રમિત લોકો જાહેર થયા હતા. જેમાં 9 પુરુષ અને 8 સ્ત્રીઓ કોરોના સંક્રમીત જાહેર થયા હતા. જે મળી કુલ 1519 કોરોના સંક્રમિત નોંધાયા છે. જે પૈકી 108 આઇસોલેશન વોર્ડમાં દાખલ છે. 1258 કોરોના સંક્રમિત લોકોએ આરોગ્ય વિભાગની સૂચના મુજબ કોરોના ને માત આપીને જિંદગીની જંગ જીતી ચુક્યા છે. જ્યારે 153 જેટલા કોરોના સંક્રમિત દર્દીઓનું મૃત્યુ થયું હોવાનું આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયું છે.

વલસાડ ઉપરાંત સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં આજે નવા 14 કેસ નોંધાયા છે. તો દમણમાં નવા 3 કેસ નોંધાયા છે.

વલસાડ જિલ્લામાં વધતા જતા કોરોના સંક્રમણથી બચવા જિલ્લા આરોગ્ય વિભાગ અને વહીવટીતંત્ર પરિશ્રમ કરી રહ્યું છે વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય વિભાગની કચેરીમાં પણ છેલ્લા બે દિવસમાં બે કર્મચારીઓ કોરોના સંક્રમિત જાહેર થતા જિલ્લાનું વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ દોડતું થયું હતું. બંને કોરોના સંક્રમિત આરોગ્ય કર્મીઓને હોમ આઈસોલેશન માં રહેવા તેમજ તેના સંપર્કમાં આવેલા લોકોની હિસ્ટ્રી મેળવી તેઓને પણ સુરક્ષિત રહેવા આરોગ્ય વિભાગની ટીમે સૂચના આપી હતી. તેમ વલસાડ જિલ્લા ઇન્ચાર્જ આરોગ્ય અધિકારી ડોક્ટર મનોજભાઈ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો