તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:વલસાડ જિલ્લામાં તહેવારમાં પણ કોરોનાનો કહેર યથાવત, ધુળેટીના દિવસે 14 નવા કેસ નોંધાયા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • પ્રતિબંધના કારણે પ્રવાસન સ્થળો જોવા મળ્યા સૂમસામ

મહારાષ્ટ્રમાં લોકડાઉનની ગણતરીઓ ગણાય રહી છે. મહારાષ્ટ્ર અને રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી આવતા લોકો પર નિયંત્રણ રહે તે માટે વલસાડ જિલ્લા બોર્ડર પર ચેકીંગ હાથ ધરાઈ રહ્યું છે. સોમવારે ધુળેટીના દિવસે 14 જેટલા લોકો વલસાડ જિલ્લામાં સંક્રમિત જાહેર થયા હતા. જેમાં ધરમપુર બરૂમાળ ખાતે 3 કોરોના સંક્રમિત જાહેર થયા હતા. ધુળેટીના દિવસે 14 જેટલા લોકો કોરોના સંક્રમિત જાહેર થતા વહીવટી તંત્ર દોડતું થયું હતું.

વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્ર અને ગુજરાતના અન્ય જિલ્લા અને મહાનગરોમાંથી સંક્રમણ સાથે જિલ્લામાં પ્રવેશતા લોકોને અટકાવવા અને જિલ્લામાં વધતું કોરોના સંક્રમણ વટિવટી તંત્ર માટે પડકાર રૂપ બની ગયું છે. જિલ્લા આરોગ્ય વિભાગે કોરોના સંક્રમણ અટકાવવા અનેક પ્રયાસો હાથ ધર્યા છે. જિલ્લાના વિવિધ સ્થળોએ રેપીડ ટેસ્ટ સેન્ટર શરૂ કર્યા છે. કોરોના સંક્રમણ અટકાવવા રસીકરણ કેન્દ્રો ઉપર રસીકરણ પણ વધારવામાં આવી રહ્યું છે.

ધુળેટીના તહેવાના દિવસે વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશમાં કોરોના સંક્રમણ વધતા વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. વલસાડ જિલ્લામાં મહારાષ્ટ્ર અને ગુજરાતના અન્ય જિલ્લા અને રાજ્યમાંથી આવતા લોકોને થર્મલ સ્ક્રીનીંગ અને આરોગ્ય લક્ષી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. જિલ્લા આરોગ્ય વિભાગે લોકોને કોવિડના નિયમોનું ચુસ્ત પાલન કરવા, યોગ્ય રીતે ફેસ માસ્ક પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા અને વારંવાર હેન્ડ સેનેટાઇઝ કરવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. રવિવારે 13 લોકો સંક્રમિત આવતા આરોગ્ય વિભાગની ટીમે ધુળેટી પર્વમાં લોકોને કોરોના સંક્રમણથી બચવા જરૂરી સાવચેતીઓ રાખવા અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો