ચાઈનીઝ દોરી ઝડપાઈ:વલસાડ જિલ્લામાં પ્રતિબંધિત દોરી સાથે 16 ઈસમો ઝડપાયા, 270થી વધુ ફિરકી કબજે કરાઈ

વલસાડ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ ઉપર સ્પેશ્યલ ડ્રાઈવ રાખીને જિલ્લામાં ચાઈનીઝ દોરી અને તુક્કલ વેચાણ કરતા લોકોને ઝડપી પાડવા આદેશ કર્યો હતો. જેને લઈને વલસાડ જિલ્લા પોલીસે અલગ અલગ વિસ્તારોમાંથી કુલ 16 વેપારીઓને 270થી વધુ ચાઈનીઝ દોરીના જથ્થા સાથે ઝડપી પાડયા હતા. જ્યારે નાનાપોંઢા પોલીસે 2 યુવકોને ચાઈનીઝ દોરી વડે પતંગ ચગાવતા ઝડપી પાડયા હતા. વલસાડ જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરી છે.

ઉત્તરાયણ પર્વને લઈને રાજ્ય સરકારે ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. વલસાડ જિલ્લા કલેક્ટરે પણ જાહેરનામું પ્રસિદ્ધ કરીને વલસાડ જિલ્લામાં ચાઈનીઝ દોરી વેચાણ અને ખરીદી ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેને લઈને વલસાડ જિલ્લા SPએ વલસાડ જિલ્લામાં ચાઈનીઝ દોરી વેચાણ કરતા વેપારીઓને ઝડપી પાડવા ડ્રાઇવ રાખવામાં આવી હતી. વલસાડ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં પતંગની દોરી વેંચતા વેપારીઓને ત્યાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 12 વેપારીઓ પાસેથી ચાઈનીઝ દોરીની કુલ 200થી વધારે ફિરકીઓ વલસાડ જિલ્લા પોલીસે ઝડપી પાડી હતી. જ્યારે નાનાપોઢા પોલીસે ચાઈનીઝ દોરી વડે પતંગ ચગાવતા 2 યુવકોને બાતમીના આધારે ઝડપી પાડયા હતા. વલસાડ જિલ્લા પોલીસે કુલ 14 ઈસમો સામે જિલ્લા કલેકટરના ચાઈનીઝ દોરીના ઉપયોગના ઉપર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામનું ઉલ્લંઘન કરવા બદલ અલગ અલગ પોલીસ મથકોએ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વાપી પોલીસે પણ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચતા ત્રણ ઈસમોને ઝડપી પાડી 74 પ્રતિબંધિત દોરીની ફિરકીઓ કબજે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...