કોરોના અણનમ:વલસાડ જિલ્લામાં વધુ 13 કેસ, 1નું મોત, કુલ આંકડો 276 પર પહોંચ્યો

વલસાડ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાપી 7, વલસાડ 4, પારડી 1 અને કપરાડાનો 1 દર્દી કોરોના પોઝિટિવ આવ્યો
  • 14ને રજા અપાઇ
  • લોકલ સંક્રમણનો પેસારો વધતો જતાં ચિંતા

વલસાડ જિલ્લામાં લોકલ સંક્રમણના વધતા જતાં પેસારા સાથે કોરોનાએ માઝા મૂકી છે.સોમવારે વધુ 13 કોરોના પોઝિટિવ કેસો નિકળતાં તંત્રની દોડધામ રાબેતા મુજબ જોવા મળી છે.6 જૂલાઇએ 13 કોરોના સંક્રમિત કેસો નિકળતાં કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરાયા છે.આ પૈકી સૌથી વધુ વાપીમાં 7 અને ત્યારબાદ વલસાડમાં 4 કેસ સપાટી પર આવ્યા છે. જ્યારે પારડીના રોહિણાની 47 વર્ષિય મહિલાનું કોરોનાના કારણે મોત થયું હતું.જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો અત્યાર સુધીમાં વધીને 276 પર પહોંચી ગયો છે. 

કોવિડ નિયમોનું પાલન કરવા સ્વામિનારાયણના કોઠારી સ્વામીની અપીલ
કોરોના સામે લડવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ-19ના નિયમોનું પાલન કરાવવા પોલિસ વિભાગ અને કલેકટર આર.આર.રાવલ દ્વારા તૈયાર કરાયેલી સ્કવોડ દ્વારા સતત ચેકિંગ હાથ ધરાઇ રહ્યું છે.રોજબરોજ જિલ્લાના 6 તાલુકાઓમાં ટીમ દ્વારા માસ્ક સહિતના નિયમોનું પાલન ન કરવાના મુદ્દે દંડનીય કાર્યવાહી ચાલી રહી હોવા છતાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો થઇ રહ્યો છે.જેના પગલે લોકોમાં કોરોનાથી બચવા માટે જાગૃતિની અપીલ કરવામાં આવી રહી છે.વલસાડ સ્વામીનારાયણ મંદિરના કોઠારી સ્વામી દ્વારા પણ કોરોના સંક્રમણથી સુરક્ષિત રહેવા માટે સરકાર અને જિ.વહીવટી તંત્રની ગાઇડલાઇન મુજબ માસ્ક પહેરવા,સોશ્યિલ ડિસ્ટેન્સિંગ જાળવવા અને સેનેટાઇઝરનો હંમેશા ઉપયોગ કરવાની અપીલ કરાઇ છે.

વલસાડ જિલ્લામાં 6 જૂલાઇએ આ વિસ્તારોમાં કોરોના પોઝિટિવ દર્દી મળ્યા
માલવણ ગામે 44 વર્ષિય પુરૂષ 
વલસાડના સેગવી રોડ
તિથલના 42 વર્ષિય પુરૂષ
વલસાડ પારનેરાપારડીની 36 વર્ષની સ્ત્રી
વલસાડ મિશન કોલોનીના 57 વર્ષિય મહિલા
પારડીના ગોયમા ગામે 31 વર્ષિય પુરૂષ
વાપીના ચણોદમાં 38 વર્ષિય પુરૂષ, 49 વર્ષિય પુરૂષ અને 35 વર્ષિય સ્ત્રીનો સમાવેશ થાય છે. 
વાપીના ખોડિયાર નગર વિસ્તારના 50 વર્ષિય પુરૂષ, વાપીના દેસાઇવાડ છીરીના 55 વર્ષિય પુરૂષ , વાપી સલવાવ કુંભારવાડના 58 વર્ષિય પુરૂષ તથા વાપી માહ્યાવંશી ફળિયાની 70 વર્ષની વૃદ્ધા
કપરાડા  તાલુકાના અંભેટીના કાપરિયા 22 વર્ષિય પુરૂષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. 

અન્ય સમાચારો પણ છે...