તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:વલસાડ જિલ્લામાં કોરોના હાંફ્યો, આજે નવા 8 કેસ સામે 11 દર્દી ડીસ્ચાર્જ થયા

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 94 પર પહોંચી

વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો યથાવત છે. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં 8 નવા કેસ નોંધાયા છે તો 11 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે. જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને હવે 94 પર પહોંચી છે.

આજે નવા નોંધાયેલા કેસોમાં વલસાડ તાલુકાના 08 કેસોનો સમાવેશ થાય છે. અન્ય તાલુકામાં કોઈ કેસ નોંધાયો નથી. જી.એમ.ઇ.આર.એસ., વલસાડ ખાતે આજદિન સુધી 1,42,097 સેમ્‍પલના ટેસ્‍ટ કરાયા છે, જે પૈકી 1,36,155 સેમ્‍પલ નેગેટીવ અને 5,942 સેમ્‍પલ પોઝીટીવ આવ્‍યા છે.

વલસાડ જિલ્લામાં કરાયેલા વેકસીનેશનની વિગતો જોઇએ તો પહેલા તબક્કામાં 15,796ને પ્રથમ ડોઝ અને 12,610ને બીજો ડોઝ, બીજા તબક્કામાં 24,453ને પ્રથમ ડોઝ અને 13,291ને બીજો ડોઝ આપવામાં આવ્‍યો છે. જ્‍યારે ત્રીજા તબક્કામાં ૪૫ વર્ષની ઉપરના 2,44,508 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ અને 1,08,203 વ્‍યક્‍તિઓને બીજો ડોઝ તેમજ 18 થી 44 વર્ષની વય જૂથના 52,454 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્‍યો છે.

અન્ય સમાચારો પણ છે...