કોરોના અપડેટ:વલસાડ જિલ્લામાં કોરોનાના આજે નવા 11 કેસ નોંધાયા, 19 દર્દી ડિસ્‍ચાર્જ

વલસાડ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં કોરોનાના કુલ 110 કેસ એક્‍ટિવ

વલસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા મળેલી વિગતો અનુસાર જિલ્લામાં તા.12 જૂન 2021ના રોજ કોરોનાની સારવાર મેળવી 19 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્‍પિટલમાંથી ડિસ્‍ચાર્જ કરાયા છે. જ્યારે નવા 11 પોઝિટિવ કેસો નોંધાયા છે.

જિલ્લામાં આજની તારીખે કુલ 110 કેસો એક્‍ટિવ રહેવા પામ્‍યા છે. શનિવારે નવા નોંધાયેલા કેસોમાં વલસાડ તાલુકાના 04, પારડીમાં 03, વાપીમાં 00, ઉમરગામમાં 04, ધરમપુરમાં 00 અને કપરાડામાં 01 કેસોનો સમાવેશ થાય છે. GMERS, વલસાડ ખાતે આજદિન સુધી એક લાખ 38 હજાર 882 સેમ્‍પલના ટેસ્‍ટ કરાયા છે, જે પૈકી એક લાખ 32 હજાર 964 સેમ્‍પલ નેગેટીવ અને પાંચ હજાર 918 સેમ્‍પલ પોઝિટિવ આવ્‍યા છે.

વલસાડ જિલ્લામાં કરાયેલા વેક્સિનેશનની વિગતો જોઇએ તો પહેલા તબક્કામાં 15 હજાર 772 નાગરિકોને પ્રથમ ડોઝ અને 12 હજાર 596 લાભાર્થીઓને બીજો ડોઝ, બીજા તબક્કામાં 24 હજાર242 નાગરિકોને પ્રથમ ડોઝ અને 13 હજાર 197 લાભાર્થીઓને બીજો ડોઝ આપવામાં આવ્‍યો છે. જ્‍યારે ત્રીજા તબક્કામાં 45 વર્ષની ઉપરના બે લાખ 42 હજાર 569 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ અને એક લાખ 07 હજાર 442 વ્‍યક્‍તિઓને બીજો ડોઝ તેમજ 18થી 44 વર્ષની વય જૂથના 37 હજાર 425 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્‍યો છે.

અન્ય સમાચારો પણ છે...