તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:વલસાડ જિલ્લામાં કોરોના હાંફ્યો, આજે નવા 7 કેસ સામે 10 દર્દી ડીસ્ચાર્જ થયા

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 91 થઈ

વલસાડ જિલ્લામાં કોરોનાના કેસને લઈ રાહતના સમાચાર આવ્યા છે. કોરોના સંક્રમણમાં દિનપ્રતિદિન ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં નવા 7 કેસ નોંધાયા છે તો 10 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.

જિલ્લામાં આજે નવા નોંધાયેલા કેસોમાં વલસાડ તાલુકાના 05, વાપીમાં 01, ઉમરગામમાં 01 કેસોનો સમાવેશ થાય છે, જ્‍યારે પારડી, ધરમપુર અને કપરાડા તાલુકામાં એકપણ કેસ નોંધાયો નથી. જી.એમ.ઇ.આર.એસ., વલસાડ ખાતે આજદિન સુધી 1,43,192 સેમ્‍પલના ટેસ્‍ટ કરાયા છે, જે પૈકી 1,37,243 સેમ્‍પલ નેગેટીવ અને 5,949 સેમ્‍પલ પોઝીટીવ આવ્‍યા છે. વલસાડ જિલ્લામાં કરાયેલા વેકસીનેશનની વિગતો જોઇએ તો પહેલા તબક્કામાં 15,802ને પ્રથમ ડોઝ અને 12,627ને બીજો ડોઝ, બીજા તબક્કામાં 24,544ને પ્રથમ ડોઝ અને 13,307ને બીજો ડોઝ આપવામાં આવ્‍યો છે. જ્‍યારે ત્રીજા તબક્કામાં 45 વર્ષની ઉપરના 2,45,422 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ અને 1,08,716 વ્‍યક્‍તિઓને બીજો ડોઝ તેમજ 18 થી 44 વર્ષની વય જૂથના 57,396 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્‍યો છે.

અન્ય સમાચારો પણ છે...