જેલનો અભાવે:વલસાડમાં કેદીઓની જેલ માટે જગ્યા ફાળવાઇ છતાં હજી કોઇ ઠેકાણાં નથી

વલસાડ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યએ ગૃહ મંત્રી સમક્ષ મુદ્દો ઉઠાવી સત્વરે કાર્યવાહી કરવા દાદ માગી

વલસાડમાં પોલીસ મથકના કેદીઓ માટે અગાઉ જેલની વ્યવસ્થા હતી,પરંતુ ઘણા વર્ષોથી જેલના કેદીઓને નવસારી મધ્યસ્થ જેલમાં લઇ જવા પડતા મુશ્કેલી સર્જાઇ રહી છે.જેલ માટે સરકાર દ્વારા જગ્યા ફા‌ળવવામાં આવી છતાં લાંબા સમયથી કોઇ પ્રક્રિયા હાથ ન ધરાતા વલસાડ ધારાસભ્યએ ગાંધીનગર ખાતે ગૃહ મંત્રી હર્ષ સંઘવી સમક્ષ આ મામલે મુદ્દો ઉઠાવ્યો છે.

વલસાડના કચેરી રોડ,કલ્યાણબાગ અને આવાબાઇ સ્કુલ તરફ જતાં ત્રણ રસ્તા સામે આવેલા રૂરલ પોલીસ મથક પાસે મામલતદાર કચેરી પાસે અગાઉ જેલનું મકાન હતું.પરંતુ 10 વર્ષ અગાઉ આ મકાન તોડી પાડવામાં આવ્યું હતું અને તેને લઇ કેદીઓને નવસારી મધ્યસ્થ જેલમાં મૂકવાની વ્યયવસ્થા કરવામાં આવી હતી.

હજી પણ આ વ્યવસ્થા અમલમાં હોવાથી કેદીઓને નવસારી સુધી મૂકવા અને લાવવાની સમસ્યા પોલીસ વિભાગને થઇ રહી છે. જેલના મકાન માટે પણ હજી કોઇ કાર્યવાહી થઇ નથી.વલસાડમાં કેદીઓ માટે જેલની વ્યવસ્થા ન હોવાથી કેદીઓને નવસારી મધ્યસ્થ જેલ સુધી લઇ જવું પડે છે.

આ સમસ્યાના નિરાકરણ માટે ધારાસભ્ય ભરતભાઇ પટેલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીને રજૂઆત કરતા જણાવ્યું કે,જેલ માટે જગ્યાની ફાળવણી થઇ હતી,પરંતું ઘણાં વર્ષથી આ કામ પર પડતર રહ્યું છે.જેલની વ્યવસ્થા કરવામાં આવે તો વલસાડ પોલીસ મથકોના કેદીઓને નવસારી સુધી લઇ જવા અને કોર્ટની તારીખોએ લાવવા લઇ જવાની સમસ્યાનો પણ અંત આવી શકે તેમ છે. જિલ્લામાં સબ જેલના અભાવે પણ રોજના લાખો રૂપિયા નવસારી અને લીલાપોર જેલમાં કેદીઓને લઈ જવામાં વેડફાઈ રહ્યા છે.

નવા બાંધકામ માટે ગૃહ મંત્રીને રાવ
રૂરલ પોલીસ મથકનું હાલનું સ્થળ ભરચક ટ્રાફિક વિસ્તારમાં આવેલું છે અને તેના કારણે રૂરલ પોલીસ મથકમાં વિવિધ ગુના માટે પકડાતા વાહનોને મૂ્કવા માટે કોઇ અન્ય જગ્યા ન હોવાથી વાહનોને લઇ આવવા જવા માટે મુશ્કેલી ઉભી થતાં પરેશાની સર્જાઇ રહી છે.આ માટે રૂરલ પોલીસ મથકના વાહનો મૂકવા માટે જગ્યાના અભાવે રસ્તા પર ટ્રાફિકને સમસ્યાને કારણે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

રૂરલ પોલીસ માટે 5 કિમી દૂર લીલાપોરમાં જગ્યા ફાળવી હતી
વલસાડ રૂરલ પોલીસ મથકને અન્ય જગ્યાએ ખસેડવા માટે ઘણા સમયથી ચર્ચા ચાલી રહી હતી.જેને ધ્યાને લઇ વહીવટી તંત્ર દ્વારા 4 થી 5 કિલોમીટર દૂર લીલાપોર ખાતે સરકારી જગ્યાની ફાળવણી કરવામાં આવી હતી.પરંતું રૂરલ પોલીસ મથકનું નવું મકાન બાંધવા માટે હજી કોઇ પ્રક્રિયા હાથ ન ધરાતા ઘટતું કરવા ધારાસભ્યએ ગૃહમંત્રીને ઘટતું કરવા અનુરોધ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...