તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યકર્તાઓ કોંગ્રેસના, સૂત્રોચ્ચાર ભાજપતરફી:વલસાડમાં કોંગ્રેસીઓએ લગાવ્યા અબકી બાર ભાજપ સરકારના નારા, ભાવવધારાનો વિરોધ કરવા જતાં ભાંગરો વાટ્યો

વલસાડ3 દિવસ પહેલા
  • જિલ્લા કોંગ્રેસ સમિતિએ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાનું વિરોધપ્રદર્શન કર્યું

કોરોના મહામારીમાં વલસાડ કોંગ્રેસ દ્વારા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલના ભાવવધારાના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસીઓ દ્વારા 'અબકી બાર ભાજપ સરકાર'ના નારા ગુંજતાં રમૂજ ફેલાઈ ગઈ હતી. કોંગ્રેસી કાર્યકર્તાઓએ ઉત્સાહમાં 'અબકી બાર ભાજપ સરકાર'ના નારા લગાવ્યા હતા. આંદોલન પ્રદર્શનની ઘટના જાણ થતાં પોલીસે બનાવના સ્થળે પહોંચી કોંગ્રેસી કાર્યકર્તાની અટકાયત કરી હતી.

વલસાડની કોંગ્રેસ કાર્યાલયમાં સમાધાન ધામા આવે છે
વલસાડમાં આજે પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના મુદ્દે કોંગ્રેસ દ્વારા યોજાયેલા વિરોધપ્રદર્શનમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉત્સાહમાં આવી 'અબકી બાર ભાજપ સરકાર'ના નારા લગાવતાં થોડા સમય સુધી રમૂજ ફેલાઈ હતી. જોકે આ વિરોધપ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી, આથી મામલો ગરમાયો હતો. મહત્ત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા આજે પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના મુદ્દે વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે કોંગ્રેસનું વિરોધપ્રદર્શન શરૂ થાય એ પહેલાં જ વલસાડ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયમાં પોલીસે ધામા નાખ્યા હતા.

અબકી બાર ભાજપ સરકાર એવા પણ સૂત્રો ભૂલથી લગાવ્યા
કોંગ્રેસ કાર્યકર્તાઓમાં થોડા સમય સુધી રોષ વ્યાપ્યો હતો. જોકે કોંગ્રેસના કેટલાક અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પોલીસને ચકમો આપી નજીકમાં જ આવેલા એક પેટ્રોલપંપ પર પહોંચી ગયા હતા. એની સામે કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે વિરોધપ્રદર્શન યોજ્યું હતું. જેમાં એની જાણ થતાં જ પોલીસકાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને વિરોધપ્રદર્શન અને સૂત્રોરચાર કરી રહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. આ વખતે પોલીસ અને કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે કોંગ્રેસના વિરોધપ્રદર્શન દરમિયાન કેટલાક કાર્યકર્તાઓએ ઉત્સાહમાં આવી સૂત્રોચાર કરતી વખતે અબકી બાર ભાજપ સરકાર એવાં પણ સૂત્રો ભૂલથી લગાવ્યાં હતાં.

કાર્યકર્તાઓની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા
ભૂલ ધ્યાનમાં આવતાં સૂત્ર સુધારવામાં આવ્યું હતું. આમ કોંગ્રેસના વિરોધપ્રદર્શનમાં અબકી બાર ભાજપ સરકારના નારા પણ કોંગ્રેસ કાર્યકર્તાઓએ ભૂલથી લગાવ્યા હતા, જેને કારણે થોડા સમય સુધી કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાયા હતા. આખરે પોલીસે વિરોધપ્રદર્શન કરી રહેલા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...