તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આંદોલનને સમર્થન:વલસાડમાં કોંગ્રેસનું પંજાબ હરિયાણાના ખેડૂત આંદોલનને સમર્થન, કૃષિ બિલનો વિરોધ કર્યો

વલસાડ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લા કાર્યાલય પોલીસ તૈનાત, APMC સંસ્થાઓ પણ હડપ કરવાના આક્ષેપ

વલસાડમાં જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ પંજાબ અને હરિયાણાના ખેડૂત આંદોલનને પૂરૂં સમર્થન કરવા અને દેશની APMCઓ હડપ કરવાની ચાલબાજી સામે વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરતા પોલિસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી.જિલ્લા કોંગ્રેસના કાર્યાલય પર કાર્યકરો ભેગા થવા માડતા જ પોલિસે દોડી જઇ જવાનો તૈનાત કરી દીધાં હતી.

વલસાડમાં કોંગ્રેસ કાર્યકરોએ કલેકટર કચેરીએ પહોંચી રાષ્ટ્રપતિને ઉદ્દેશી ખેડૂતોને અન્યાય કરતા બિલને પરત ખેંચવા માગ કરી સૂત્રોચ્ચારો કરતાં પોલિસે કોઇ અનિચ્છનીય ઘટના થતી રોકવા માટે કાર્યકરોની ફરતે વોચ ગોઠવી દીધી હતી. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શુક્રવારે કાર્યકરોની આવજા શરૂ થયા બાદ પોલિસ પણ ત્યાંં પહોંચી ગઇ હતી.

જિ.પં.વિપક્ષ નેતા ભોલાભાઇ પટેલ,જિ.કોં.પ્રમુખ દિનેશ પટેલ,માજી સાંસદ કિશન પટેલ તથા કાર્યકરો હોદ્દેદારો હાથમાં જય જવાન જય કિસાનના પ્લેકાર્ડ લઇને કાર્યાલય પર ભેગા થઇ ગયા હતા.પોલિસ ટીમે તાત્કાલિક જવાનો તૈનાત કરી દરેક હલચલ પર નજર રાખતાં કાર્યકરો છેવટે કલેકટર કચેરીએ પહોંચી ગયા હતા.જ્યાં આવેદન આપી જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારોએ ખેડૂત વિરોધી કૃષિબિલના 3 કાળા કાળા કાયદા મોદી સરકારે ઘડી 62 કરોડ અન્નદાતાને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે મૂકી હરિત ક્રાંતિને ખતમ કરવાની કાર્યવાહી કરી હોવાનો આક્ષેપ મૂક્યો હતો.

કોંગ્રેસે 10 મુદ્દા રાષ્ટ્રપતિ સમક્ષ ઉઠાવ્યા
એપીએમસી નાબૂદ કરાશે તો કૃષિ ઉપજ બજાર વ્યવસ્થા ખતમ થઇ જશે,લઘુત્તમ સમર્થન મૂલ્ય (MSP)ના બદલે મૂડીપતિઓ જ ખરીદશે,ખેડૂતો પેદાશને નજીકના બજાર સિવાય બીજે ટ્રાન્સપોર્ટ મારફત બેચી શકશે નહિ,બજાર સિસ્ટમ જ નાબૂદ થઇ જશે.રાજ્યોની આવકનું મુખ્ય સ્ત્રોત ખતમ થશે,વિધેયકની આડમાં શાંતાકુમાર કમિટિના રિપોર્ટનો સરકાર અમલ કરવા માગે છે.નવા પ્રકારની જમીનદારી પ્રથા છે,સંગ્રહખોરો અને કાળાબજારિયાઓને મજા પડી જશે,ખેડૂતો અને ખેતમજૂરોના અધિકારોનું કોઇ રક્ષણ નથી,બિલના 3 વિધેયક સંઘીય માળખા પર સીધો પ્રહાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો