તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:વલસાડ સિવિલમાં પગાર મુદ્દે તબીબી સ્ટાફની આંદોલનની ચીમકી

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ સિવિલ અને મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરો, નર્સ અને મેડિકલ સ્ટાફના કર્મચારીઓએ પગારના વધારા મામલે અગાઉ મુખ્યમંત્રીને ઉદ્દેશીને રજૂઆતો કરી હતી. જેમાં પગારની વિસંગતાઓને નિવારી તેમને ન્યાય આપવા માગણી કરી હતી. પરંતું હજી સુધી સરકાર દ્વારા કોઇ ઉકેલ અને હકારાત્મક પ્રતિસાદ ન મળતા તબીબો, નર્સ સહિતના કર્મચારીઓએ હોસ્પિટલના પરિસરમાં માગણીઓ સાથેના પ્લેકાર્ડ લઇને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. મંગળવારે મેડિકલ કોલેજના ડીન અને સિવિલના સુપ્રિન્ટન્ડન્ટને ઉદ્દેશી તેમણે આવેદન પત્ર સુપરત કરી વહેલી તકે પડતર માગણીઓ સ્વીકારવામાં ન આવે તો આંદોલનની ચીમકી આપી હતી. તમામ નર્સો, ડોકટરોએ થોડીવાર વિરોધ પ્રદર્શન કરતા સિવિલ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. જો કે હાલમાં મેડિકલ સ્ટાફ આંદોલનની ચીમકી આપી વિરોધ પ્રદર્શન કર્યું હતું, પરંતુ જો ઉકેલ ન આવે તો મુશ્કેલી સર્જાવાની ભીતિ વર્તાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...