પેટા ચૂંટણી:વલસાડમાં પાલિકાની 5 બેઠકની પેટા ચૂંટણી, નિરીક્ષકોએ 31 દાવેદારોના સેન્સ લીધા હતા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમરગામ પાલિકાની 1 બેઠક માટે 4 દાવેદાર, ઉમેદવારોના ફોર્મ ભરવાનું શરૂ 3જીએ ચૂંટણી

આગામી 3 ઓક્ટોબરે યોજાનારી વલસાડ પાલિકાની ખાલી પડેલી 5 બેઠકની પેટા ચૂંટણીને ગતિવિધિ તેજ થઇ ગઇ છે.ભાજપના ઉમેદવાર નક્કી કરવા માટે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સોમવારે નિરીક્ષકો આવી પહોંચ્યા હતા.આ 5 બેઠક માટે ભાજપમાંથી 31 દાવેદાર સામે આવ્યા છે.જેમના સેન્સ લેવામાં આવ્યા છે.વન ટુ વન દાવેદારોને સાંભળી નિરીક્ષકોએ ઝિણવટભરી વિગતો મેળ‌વી છે.+

જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે વલસાડ પાલિકાની 5 અને ઉમરગામની 1 બેઠકની પેટા ચૂંટણી સંદર્ભે ભાજપના ટિકિટવાંચ્છુ ઉમેદવારોને નિરીક્ષકો દ્વારા સાંભળવામાં આવ્યા હતા આ તબબકે ભાજપ નિરીક્ષકો જિ.પ્રભારી માધુભાઈ કથીરિયા,જિલ્લા ભાજપ મહામંત્રીઓ કમલેશ પટેલ, શિલ્પેશ દેસાઈ,વલસાડ શહેરના પ્રભારી નરેન્દ્ર પટેલ તેમજ હેતલબેન પટેલ, ઉમરગામના પ્રભારી પપ્પુ તિવારી આવી પહોંચ્યા હતા. ઉમેદવારી કરનાર ઉમેદવારોને સાંભળ્યા હતા.ટિકિટવાંચ્છુ દાવેદારો તમામ વિગતોની ફાઇલ લઇને નિરીક્ષકો સમક્ષ હાજર થયા હતા.જ્યાં તેમને વન ટુ વન સાંભળવામાં આવ્યા હતા.વલસાડ પાલિકાની વોર્ડ નં.1,2,5 અ્ને 6માં ખાલી પડેલી કુલ 5 બેઠક માટે ભાજપમાંથી 31 દાવેદારે ટિકિટની માગણી કરી છે.

ગત માર્ચમાં ભાજપના 2 અને 2 અપક્ષ કાઉન્સિલરને 2019માં સામાન્ય સભામાં ભારે અશિસ્તભર્યું વર્તન અને શિસ્તભંગના મામલે મ્યુનિસિપલ કમિશ્નરે સભ્યપદેથી દૂર કરી દીધા હતા.જ્યારે બીજી એક બેઠકના ભાજપના સભ્યનું કોરોનામાં મૃત્યુ થતાં બેઠક ખાલી પડી હતી.ઉમરગામ પાલિકાની વોર્ડ નં.3મા ખાલી પડેલી 1 બેઠક માટે 4 દાવેદાર ઉમેદવારી માટે ભાજપ નીરિક્ષકો સામે સેન્સ માટે ઉપસ્થિત થયા હતા.

અન્ય સમાચારો પણ છે...