તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Valsad
 • In Valsad, Brother in law Tied Up Like An Animal And Hit It With A Stump In Public, Video Of Brother in law And Grandfather in law Goes Viral

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સાળો ભૂલ્યો સંબંઘ:વલસાડમાં સાળાએ બનેવીને પશુની માફક બાંધી જાહેરમાં સ્ટમ્પ વડે ફટકાર્યા, સાળા અને તેના સાગરિતોની દાદાગીરીનો વીડિયો વાઈરલ

વલસાડ9 દિવસ પહેલા
 • માર મારવા પાછળનું કારણ અકબંધ
 • ભોગ બનનાર બનેવીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા

વલસાડ જિલ્લામાં જાહેર રસ્તા પર બનેવીને પશુની માફક બાંધી સાળા અને તેના સાગરિતો જાહેરમાં માર મારતા હોવાના વાઈરલ થયેલા વીડિયોએ ભારે ચર્ચા જગાવી છે. વાઈરલ વીડિયોમાં એક સાળો તેના મિત્રો સાથે મળી તેના સગા બનેવીને જાહેરમાં બાંધી માર મારતા હોવાનો વીડિયો વાઈરલ થયો છે. બનેવીને આ રીતે માર મારવા પાછળનું કારણ હજી જાણી શકાયું નથી.

સમગ્ર બનાવની વિગત પર નજર કરીએ તો,વલસાડના નવેરા ગામે રહેતા અને વાપી ખાતે એક કારના શોરૂમમાં ફરજ બજાવતા યુવકને ગતરોજ વાપીથી તેના સગા સાળાએ તેના મિત્રો સાથે આવી કારમાં ઉઠાવી ગયા હતા. ત્યાર બાદ વાપી નજીકની એક અવાવરું જગ્યાએ લઇ ગયા હતા અને તેના હાથ દોરડાથી બાંધી સ્ટમ્પથી માર માર્યો હતો. ત્યાર બાદ તેને વલસાડના નવેરા ગામે લાવી ચાર રસ્તા પર જાહેરમાં સ્ટમ્પથી માર માર્યો હતો. તે સમયે નજીકમાં ઉભેલા લોકોએ છોડાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેની સાથે આવેલા તેના મિત્રોએ કોઈને આગળ આવવા દીધા ન હતા અને તેને મારીને ત્યાંથી કારમાં ભાગી છૂટ્યા હતા.

બનેવીને માર મારવા પાછળનું કારણ અકબંધ
આ બનાવમાં માર ખાનાર યુવાનની પત્નીને ઘટના અંગેની જાણ થતા તેને પોલીસને 100 નંબર પર ફોન કર્યો હતો. ત્યાર બાદ નવેરા ગામના સરપંચ સહીત ગામના અગ્રણીઓ યુવાનને વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર માટે લાવ્યા હતા.બનાવ અંગે વલસાડ રૂરલ પોલીસ મથકે જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં સાળા બનેવી વચ્ચે કઈ વાતને લઇને આવું બન્યું તે હજુસુધી જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો