• Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In Valsad, BJP Launched Jan Ashiward Yatra Under The Chairmanship Of Minister Jitu Chaudhary, People Welcomed The Yatra With Tribal Dance.

જન આશીવાર્દ યાત્રા:વલસાડમાં ભાજપ દ્વારા મંત્રી જીતુ ચૌધરીની અધ્યક્ષતામાં જન આશીવાર્દ યાત્રા કાઢવામાં આવી, આદિવાસી નૃત્ય સાથે લોકોએ યાત્રાનું સ્વાગત કર્યું

વલસાડ2 મહિનો પહેલા
  • મંત્રી બન્યા પછી જીતુ ચૌધરી પ્રથમ વાર પોતાના મત વિસ્તારમાં પહોંચતા જ મોટી સંખ્યામાં જન મેદની ઉમટી પડી
  • જનતાના હિતમાં વિકાસના અધૂરા કામોને પૂર્ણ કરવાની મંત્રીએ ખાતરી આપી

રાજ્યમાં ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ ભાજપ દ્વારા જન આશીવાર્દ યાત્રા કાઢવામાં આવી હતી. વલસાડ જિલ્લાના કપરાડાના ધારાસભ્ય અને રાજ્યના નવા મંત્રી મંડળમાં સ્થાન પામેલા જીતુ ચૌધરીની અધ્યક્ષતામાં નીકળેલી જન આશીર્વાદ યાત્રા શનિવારે મોડી સાંજે ધરમપુર ખાતે પહોંચી હતી. જ્યા ભવ્ય સ્વાગત કરાયું હતું.

ત્યારબાદ આ યાત્રા મંત્રી જીતુ ચૌધરીના મત વિસ્તાર કપરાડામાં પહોંચી હતી. જ્યાં આદિવાસી નૃત્ય સાથે લોકોએ આ યાત્રાનું પરંપરાગત રીતે સ્વાગત કરી આવકાર આપ્યો હતો અને બાઈક રેલી સાથે મંત્રી જીતુ ચૌધરી સભા સ્થળ સુધી પહોંચ્યા હતા. જ્યાં કપરાડાના ખેડૂતો, આગેવાનો, આદિવાસી સમાજ, પંચાયતના સભ્યો સરપંચો, એપી એમસીના સભા સદો તમામે સ્વાગત કર્યું હતું.

મંત્રીનો હોદ્દો મને નહિ મળ્યો મારી કપરાડાની જનતાને મળ્યોઃ જીતુ ચૌધરી

મંત્રી બન્યા પછી પ્રથમ વાર પોતાના મત વિસ્તારમાં પહોંચતા જ મોટી સંખ્યામાં જન મેદની ઉમટી હતી. જીતુ ચૌધરીએ તમામનો આભાર માન્યો હતો. તેમજ જણાવ્યું કે, નવી સરકારમાં 100 દિવસ મળ્યા છે.ત્યારે જે પણ અધૂરા કામો બાકી છે જેવા કે, રસ્તા, પાણીની સમસ્યાઓ, અધુરી રહેલી યોજનાઓ જે કામ અટક્યા છે તે તમામ કામમાં ધ્યાન આપી જનતાના હિતમાં વિકાસના અધૂરા કામોને પૂર્ણ કરીશુ. તેમજ કહ્યુ કે, મંત્રીનો હોદ્દો મને નહિ મળ્યો મારી કપરાડાની જનતાને મળ્યો છે.

ઝડપથી વડાપ્રધાનનો પ્રોજેકટ કલ્સપર યોજના પૂર્ણ થાય એવો તમામ પ્રયત્નો કરીશુઃ મંત્રી

આ ઉપરાત જીતુ ચૌધરીએ વડા પ્રધાનનું ડ્રિમ પ્રોજેકટ કલ્સપર યોજના પર પણ વાત કરી હતી અને જણાવ્યું કે, આ યોજનામાં વાસમો એજન્સી કામ કરે છે, આ મોટી યોજના છે જેથી કામ પણ મોટુ છે. દરિયાના પાણીને રોકી ડેમ બાંધીને પાણી ગુજરાતના અનેક જિલ્લામાં જ્યાં પાણીની અછત છે ત્યાં પાણી આ પ્રોજેક્ટ દ્વારા મોકલવાનું છે. જેમાં રૂપાણી સરકારે 110 કરોડ રૂપિયા નાખ્યા હતા. ત્યારે મને ખાતું મળતા જ મેં પહેલી મિટિંગ કલ્સપર યોજનાને લઈ કરી હતી. ઝડપથી વડાપ્રધાનનો પ્રોજેકટ પૂર્ણ થાય એવો તમામ પ્રયત્નો કરીશુ. તેમજ અંતમાં જીતુ ચૌધરીએ વડાપ્રધાનથી લઈ રાજ્યના અધ્યક્ષ સી આર પાટીલ તેમજ મુખ્યમંત્રી અને તમામ કાર્યકર્તાઓ નેતાઓઓનો આભાર માન્યો હતો. આ કાર્યક્રમમાં માજી મંત્રી રમણ પાટકર, જિલ્લા ભાજપ અધ્યક્ષ અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...