ગાંધીજયંતિની ઉજવણી:વલસાડમાં ભીક્ષુકોએ માજી સભ્ય સાથે ગાંધી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી

વલસાડ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમવાર માજી સભ્ય પ્રવિણ કચ્છી દીનદુ:ખીયાને લઇ સ્મારકે પહોંચ્યા

મહાત્મા ગાંધીજીના હ્રદયમાં ગરીબો,દીનદુ:ખીયાઓનું મોટું સ્થાન હતું.રાષ્ટ્રપિતાએ અંગ્રેજોના શાસનમાં સમગ્ર દેશનું પરિભ્રમણ કરી ગરીબોની હદયદ્રાવક સ્થિતિ જોઇને વસ્ત્રોનો ત્યાગ કરી માત્ર ધોતી અપનાવી હતી. પરંતુ વલસાડના ગાંધી સ્મારક ખાતે ગાંધીજયંતિના દિને ભીક્ષુકોએ માજી સભ્ય સાથે પહોંચી ગાંધી પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પાલિકાના માજી સભ્ય પ્રવિણ કચ્છી ભૂખ્યા ગરીબોને ખવડાવવા બનતા પ્રયત્નો કરતા આવ્યા છે.

તેઓ પશુઓની પણ સેવા કરે છે. દરમિયાન ગાંધીજયંતિના રોજ રામ રોટી ચોક ઉપર જલારામ અન્નક્ષેત્ર ખાતે ગરીબો હાજર હતા ત્યારે પાલિકાના માજી સભ્ય પ્રવિણ કચ્છીએ ભીક્ષુકોને મળ્યા હતા અને તેમને શનિવારે ગાંધી સ્મારક ખાતે ભેગા થઇ પ્રવિણ કચ્છીએ પૂષ્પાંજલિ માટે હાર ગરીબોને આપતા એક ભીક્ષકે ગાંધીજીને પૂષ્પાંજલિ અર્પણ કરી હતી.આ સ્થળે ભેગા થયેલા મહિલા,બાળ ભીક્ષુકોએ પ્રથમવાર ગાંધી જયંતિ પ્રસંગે ગાંધી સ્મારકે પહોંચી ઉભા રહીને એકીટસે ગાંધીજીની પ્રતિમાને નિહાળી હતી.ગાંધીજીના પૂતળા તરફ જોતાં તેમના ચહેરાના ભાવ,મજબૂરી, દીનતા,ગરીબીનો ભાવ છલકાતો નજરે પડ્યો હતો.

આશ્રયસ્થાન બનાવવા રજૂઆતો કરી છે
શહેરમાં ગરીબો,ભીક્ષુકો માટે આશ્રયસ્થાન બનાવવા માટે છેલ્લા 5 વર્ષથી પ્રયાસો કર્યા હતા.પૂર્વ કલેકટર ડો.વિક્રમ પાંડેએ આ માટે દરખાસ્ત પણ મંજૂર કરી હતી.વલસાડમાં આશ્રય સ્થાન બની રહ્યું છે.જે વહેલી તકે બેસહારા લોકોના આશ્રય માટે શરૂ થાય તેવી માગ કરી છે.- પ્રવિણ કચ્છી,માજી સભ્ય

અન્ય સમાચારો પણ છે...