તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલસાડના અબ્રામા રાજન નગરમાં રહેતા વૃદ્ધ દંપતી તેમની મોપેડ પર સંબંધીના ઘરે ખરખરો કરવા જઈ રહ્યા હતા. જે દરમિયાન પાછળથી આવતા ટ્રકે ટક્કર મારતા ઘટના સ્થળે વૃદ્ધાનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવ અંગે રૂરલ પોલીસ અને 108ની ટીમને ઘટનાની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. બનાવ અંગે રૂરલ પોલીસે લાસનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો અનુસાર, વલસાડ શહેરના અબ્રામા રાજન નગર ખાતે રહેતા ઈશ્વરભાઈ લાડ અને તેમના પત્ની નીર્મળાબેન ઇશ્વભાઈ લાડ તેમની મેપેડ ન.GJ-15-AL-6957 લઈને મંગળવારે સવારે ડુંગરી ખાતે રહેતા સંબંધીના ઘરે ખરખરો કરવા જઈ રહ્યા હતા.
જે દરમિયાન ધમડાચી પીરુ ફળીયા નેશનલ હાઇવે 48 ઉપર મુંબઈ અમદાવાદ ટ્રેક ઉપર પાછળથી આવતી ટ્રક ન. RJ-14-GJ-0817ના ચાલકે ઈશ્વરભાઈની મોપેડને ટક્કર મારી અડફેટે લીધા હતા. જેમાં નિર્મળાબેનનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.