પર્સ તફડાવ્યું:વલસાડમાં મહિલાએ 35 હજાર ભરેલું પર્સ તફડાવ્યું

વલસાડ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દવાખાનામાં 2 મહિલાએ કસબ અજમાવ્યો
  • ડોકટરે ટેબલ પર પર્સ મૂક્યું હતું

વલસાડ હાલર રોડ ઉપર એક આયુર્વેદિક ડોકટરના દવાખાનામાંથી 2 અજાણી મહિલાઓ સિફતાઇથી નજર ચૂકવી રૂ.35 હજાર રોકડ રકમ ભરેલું પર્સ ટેબલ પરથી તફડાવી ભાગી છુટી હતી.વલસાડના ભાગડાવડા આરએમ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા ડો.પારૂલબેન જી.દેસાઇ વલસાડ હેડ પોસ્ટ ઓફિસ સામે ગીતા નિવાસના ગ્રાઉન્ડ ફલોર પર આયુર્વેદિક દવાખાનુ ચલાવે છે.

તેઓ સવારે 11.30 વાગ્યે દવાખાને ગયા હતા,જ્યાં તેમણે ટેબલ ઉપર એક પર્સ મુક્યું હતું.જેમાં રૂ.35 હજાર રોકડા, બેંક પાસબુક, ડ્રાઇવિંગ લાયસન્સ, આધારકાર્ડ, પાનકાર્ડ, આયુષ આઇ કાર્ડ, આરસીબુક વિગેરે ડોક્યુમેન્ટસ પણ હતા.દરમિયાન 2 અજાણી મહિલાઓ દવાખાને આવી કેબિનમાં પહોંચી ગઇ હતી.

જ્યાં તેમણે ડો.પારૂલબેનની નજર ચૂકવી તેમનું રૂ.35 હજાર રોકડ રકમ અને ડોક્યુમેન્ટ ભરેલું પર્સ ચોરીને અચાનક ભાગી છુટી હતી.આ અંગે તેમણે બુમ પાડવા છતાં અજાણી મહિલાઓ ફરાર થઇ ગઇ હતી.આ મામલે ડો.પારૂલ બેને વલસાડ સીટીપોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...