તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલસાડના કુંભારવાડમાં રહેતી બે વૃધ્ધાને સરકારી સહાય માટે ફોટા પડાવવાના બહાને રિક્ષામાં બેસાડી રસ્તામાં એકલતાનો લાભ લઇ દાગીના ઉતરાવીને રિક્ષાવાળાને પરત કરી દઇ એક ઉમરેઠની ઠગ મહિલા ભાગી ગઇ હતી. વલસાડના મદનવાડમાં એક અજાણી મહિલાએ પહોંચી મહોલ્લામાં સિનીટર સિટિઝનો માટે સરકારી સહાય માટે નામો નિકળ્યા હોવાની લાલચ આપી હિનાબેનના સાસુ ડાહીબેન અને બીજા અક વૃધ્ધાને લઇને ફોટા પડાવવા રિક્ષામાં લઇ ગઇ હતી.અને બીજા વૃધ્ધાઓને પણ લઇ જવા કહ્યું હતું.
દરમિયાન આ મહિલાએ ધરમપુર રોડ પર રિક્ષાવાળાને પાણી લઇ આવવા કહેતા તે પાણી લેવા ગયો ત્યારે મહિલાએ બંન્ને વૃધ્ધાને કહ્યું કે તમારા ગળા હાથમાં પહેરેલા દાગીના આપી દો,ફોટામાં દાગીના આવે તે નહિ ચાલશે તેથી વૃધ્ધાએ સોનાની બંગળીઓ અને મંગલસૂત્ર આપી દીધા હતા.ત્યારબાદ વૃધ્ધાઓને ધરમપુ ચોકડી આગળ ઉતારી બાકીની વૃધ્ધાઓને પણ ત્યાં લઇ આવવા રિક્ષાચાલકને રૂ.500 આપતા રિક્ષાચાલક ફરી મદનવાડ આવ્યો હતો.
ત્યારબાદ મહિલા આ વૃધ્ધાઓને છોડીને રૂ.1.80 લાખના દાગીના લઇ ફરાર થઇ ગઇ હતી.વૃધ્ધાના વહુ અને અન્ય તેમને શોધતા આવી પહોંચી પૂછતા આ ઠગાઇ થઇ હોવાનું બહાર આવ્યું હતું.જેની ફરિયાદ નોંધાવતા પોલિસે આરોપી સાહિદાબીબી ઉર્ફ સલમા ફિરોજખાન પઠાણ,રહે.દાગજીપૂરા,ઉમરેઠ વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.