તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવજીવન:વલસાડમાં પશુચિકિત્સકે ભેંસના પેટમાંથી 50 કિલોની ગાંઠનું સફળ ઓપરેશન કર્યુ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેન્સરથી પિડાતી ભેંસને 3 કલાક બાદ નવજીવન બક્ષ્યું

વલસાડના પશુચિકિત્સક તબીબ દ્વારા 2 વર્ષ થી કેન્સર ની ગાંઠ થી પિડાતી માલધારીની ભેંંસના પેટનું 3 કલાકની જહેમત બાદ સફળ ઓપરેશન કરીને 50 કિલો મોટી ગાંઠ કાઢી નવજીવન આપ્યું છે અટકપારડી ખાતે ભેંસનો તબેલો ધરાવતા માલધારીની એક ભેંસ ને છેલ્લા 2 વર્ષ થી પેટ ના ભાગે જમણી તરફ નાની ગાંઠ હતી.જે અચાનક છેલ્લા 15 દિવસમાં વધતી જતા માલધારી માલિકે પશુપાલન વિભાગ ના પશુચિકિત્સક ડોકટર નો સંપર્ક કર્યો હતો.

ફરજ પર ના ડો. હેમંત ગાંગુડે અને ડૉ વીરેન ભુવા સ્થળ ઉપર પહોંચી ભેંસની હાલત જોતા તેઓ ચોકી ગયા હતા. તેના પેટ ના ભાગે જે ગાંઠ લટકી રહી હતી એ પાણીના માટલા કરતા મોટી જણાતી હતી. મૂંગા પશુની પીડા જોઈ તબીબે પીડાઅનુભવી રહ્યા હોય એમ તેને તાત્કાલિક પીડા માંથી મુક્તિ અપાવવા ઓપરેશન કરવું જરૂરી હતું. વેટરિનરી ડો. હેમંત ગાંગુડે અને મદદનીશ પશુપાલન નિયામક ડો. વીરેન ભુવાની ટીમ દ્વારા 3 કલાકની જહેમતથી ઓપરેશન કરી ગાંઠ બહાર કાઢી ભેંસને નવજીવન બક્ષ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...