તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હત્યા:વલસાડમાં દુકાનમાં ઉધાર બીડી લેવા આવેલા પીદ્ધડ ગ્રાહકને દુકાનદારે બેસ બેલ સ્ટ્રીક મારતા ગ્રાહકનું સારવાર દરમિયાન મોત

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજા દિવસે રાહદારીએ 108ને જાણ કરતા સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાયો
  • બેભાન ગ્રહકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું

વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલી એક દુકાનમાં 27 જુનની રાત્રીએ ક્રિષ્નાની દુકાનમાં ફ્રુટનો વેપારી ઉધાર બીડી લેવા ગયો હતો. દુકાનમાં ગ્રાહકના અગાઉથી રૂ.250 બાકી હોવાથી ક્રિષ્નાએ ઉધાર ચૂકવી જાવા જણાવ્યું હતું. એક ગ્રાહકને બેઝબોલ સ્ટ્રીક મારી ખદેડી મુક્યો હતો. જેનું સારવાર દરમિયાન મોત નિપજતા વેપારી સામે હત્યાનો ગુનો નોંધાયો હતો. ફરિયાદના આધારે વેપારીની પોલીસે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ મોગરવાડી રેલવે સ્ટેશન પાસે ફ્રૂટ વેંચતા શરીફ શેખ 27 જુનના રોજ ક્રિષ્ના જનરલ સ્ટ્રોર ખાતે ઉધારમાં બીડી લેવા ગયો હતો. દુકાન સંચાલક ક્રિષ્ના ચૌરસિયાએ અગાઉના ઉધાર રૂ.250 ચૂકવી દેવા અને ત્યારબાદ રોકડમાં સમાન લઇજવા જણાવ્યું હતું. ગુસ્સે ભરાયેલા શરીફ અને ક્રિષ્ના વચ્ચે તુતું મેમે થઈ હતી. તેમાં ક્રિષ્નાએ બેઝબોલ સ્ટ્રીક વડે ગ્રાહક શરીફ શેખના માથામાં મારી ખડેડવાનો પ્રયાસ કર્યો હતો. શરીફ શેખને થયેલી ઇજાઓને લઈ શરીફ શેખ બેભાન થઈ ગયા હતા. ક્રિષ્ના શરીફ ખાન દારૂના નશામાં પડી ગયેલો હશે તેમ સમજી દુકાન બંધ કરવાના સમયે દુકાન બંધ કરી ઘરે જતો રહ્યો હતો.

બીજા દિવસે સવારે કોઈક રાહદારીએ 108ની મદદ વડે શરીફ શેખને બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે 1 જુલાઈના રોજ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે બેભાન હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સુરત સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે નજીકમાં રહેતા ભણીયાના મિત્રને જાણ થતાં સીટી પોલીસ મથકે દુકાનદાર ક્રિષ્ના વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધાયો છે. પોલીસે ફરિયાદના આધારે ક્રિષ્ના ઉર્ફે કલુ ચૌરસિયાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

અન્ય સમાચારો પણ છે...