તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:વલસાડમાં ટ્રકે બાઈક સવારને અડફેટે લીધો, ટ્રકનું વ્હીલ માથા પર ફરી વળતા યુવકની ઘટનસ્થળે જ મોત

વલસાડ21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મામાના ઘરેથી યુવક પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે સાળંગપુર પાસે અકસ્માત થયો

વલસાડના સાળંગપુર ગામ પાસે એક ઇંટો ભરેલી ટ્રકે બાઈક સવારને અડફેટે લીધો હતો. ટ્રકે અડફેટે લેતા સેગવા ગામનો બાઈક સવાર નીચે પટકાયો હતો, જેના પરથી ટ્રકનું વ્હીલ પસાર થઇ જતાં યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી પ્રમાણે રોહન રાઠોડ નામનો યુવક મામાના ઘરેથી પરત ફરી રહ્યો હતો ત્યારે આ બનાવ બન્યો છે. અકસ્માતની જાણ થતાં લોકો એકઠા થયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઘટના સ્થળેથી મળતી વિગતો મુજબ, વલસાડના સેગવા ગામે રહેતા 18 વર્ષીય રોહન ભાઈ ભગવાનસિંહ રાઠોડ કાપરીયા ગામે તેના મામાના ઘરે 2 દિવસ રોકાવા માટે ગયો હતો. આજે સવારે આશરે 8:30 વાગ્યાના સુમારે તે મામાના ઘરેથી પરત પોતાના ઘરે સ્પલેન્ડર બાઈક નંબર GJ-15-DK-7128 પર જઈ રહ્યો હતો. તે દરમિયાન સાળંગપુર ગામ નજીક વણાંક પાસે સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી ઈંટ ભરેલી ટ્રક નંબર GJ-06-T-713 અને બાઈક વચ્ચે અકસ્માત થયો હતો.

ટ્રકનું પાછળનું વ્હીલ રોહન પરથી ફરી વળ્યું હતું. જેમાં રોહનનું ઘટના સ્થળેજ કમકમાટી ભર્યું મોત થયું હતું. સ્થાનિક લોકોએ તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા રૂરલ પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પોલીસે યુવકની લાશનો કબ્જો લઈને આગળની તપાસ હાથ ધરી હતી. અકસ્માતનો ગુન્હો નોંધી આગળની તાપસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો