આત્મનિર્ભરતાનું ગૌરવ:વલસાડમાં વેપારીએ 2 દિવ્યાંગ યુવકને આત્મનિર્ભર કર્યા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફ્રેશ વેજિટેબલની દૂકાનમાં બંને યુવકને રોજી કમાવવાની તક મળી

વલસાડ ખાતે ફ્રેશ વેજિટેબલ નામની શોપ ધરાવતા દિલીપભાઇ વાઘાણીએ પોતાની દૂકાનમાં 2 દિવ્યાંગ યુવક પ્રથમ જોશી અને રક્ષિક ઉર્ફે રાજા પટેલને રોજગારીની તક આપી છે.આ દિવ્યાંગો એવા છે જેમનો વાસ્તવિક સ્વીકાર કરી દિલીપભાઇએ દૂકાનમાં સન્માનજનક વેતન અને પોતાના સંતાન સમજી સહાયક કર્મચારી તરીકે નોકરીએ રાખ્યા છે.

આ યુવાનો ગ્રાહકોને શાકભાજી આપવી અને બગડેલા શાકભાજી છુટા પાડવા જેવી કામગીરી કરી રહ્યા છે.આ વ્યવસાયિક કુશળતાની તાલીમ તેમને દિલીપભાઇએ આપી નોકરીના સમયમાં ચોકસાઇ અને પ્રમાણિકપૂર્ણ વર્તન સાથે આ બંન્ને માનસિક દિવ્યાંગ યુવાન આર્થિક સ્વાવલંબી બન્યા છે. અને તેમના પરિવારના જવાબદાર અને કમાતા પૂત્ર તરીકે ગૌરવશાળી બન્યા છે. મધ્યમવર્ગીય વેપારી દિલીપભાઇ વાઘાણી તેમને રોજગારી તો પૂરી પાડી પણ સાથે તેમના પત્ની અને પૂત્રીએ પણ યુવકને સુરક્ષા અને હુંફ આપી સૌનો સાથ અને સૌનો વિકાસના વિધાનને સમગ્ર પરિવારે સાર્થક કરી બતાવ્યું છે.

યુવકોને પગભર કરવાની તક મળી તેનું ગૌરવ
30 વર્ષથી વેજિટેબલનો વ્યવસાય કરું છું. મારા ઘર પાસે રહેતાં આ બંન્ને યુવકો માટે કંઇ કરવાની ઇચ્છા હતી. કોરોનાની મહામારી બાદ તેઓને નોકરીએ રાખવાના પ્રસ્તાવને તેમના પરિવારજનોએ પણ સ્વીકાર્યો છે. જેને લઇ તેમને નોકરી આપી પગભર બનવાની મને તક મળી તેનું ગૌરવ છે. > દિલીપ વાઘાણી, વેપારી

પ્રારંભિક તાલીમ અમારી શાળામાંથી મેળ‌વી
યુવકોએ વિશિષ્ટ શિક્ષણની તાલીમ શ્રી જલારામ મનોવિકાસ કેન્દ્ર, વલસાડ ખાતે મેળવી છે. દિવ્યાંગ વ્યક્તિઓ આત્મનિર્ભર બને અને સમાજ વ્યવસ્થામાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરે તે જ સાચું શિક્ષણ છે. તેમને તક આપનાર દિલીપભાઇ જેવા સંવેદનશીલ નાગરિકોની સમાજમાં ખુબ જરૂર છે.> આશા સોલંકી,આચાર્યા, શ્રી જલારામ મનોવિકાસ કેન્દ્ર

અન્ય સમાચારો પણ છે...