તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામા ભંગ:વલસાડમાં નશાની હાલતમાં કાર હંકારતા સામાજીક કાર્યકર પોલીસના સકંજામાં

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાઇટ કર્ફ્યુના જાહેરનામા ભંગનો પણ ગુનો દાખલ કરાયો

વલસાડ સિટી પોલીસ સ્ટેશન સામે ચેકિંગ દરમિયાન નશાની હાલતમાં કાર હંકારવા અને નાઇટ કર્ફ્યુનો ભંગ કરવા મામલે પોલીસ ફરિયાદ નોંધી એક સંસ્થાના સામાજીક કાર્યકરની અટક કરવામાં આવી હતી.પાસ પરમિટ વિના નશો કરી કાર ચલાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.

વલસાડ સિટી પોલીસ મથકના અ.પો.કો. રાજકુમાર કરૂણાશંકર રાત્રિ દરમિયાન પોલીસ સ્ટેશનની સામેના રોડ ઉપર વાહન ચેકિંગ કરતા હતા ત્યારે સામાજીક સંસ્થાના કાર્યકર અને ગુંદલાવ નિશાળ ફળિયાના સંકેત મહેન્દ્રભાઇ દેસાઇ,ઉં.44 પોતાની કાર લઇને પસાર થતાં પોલીસે રોકી પૂછપરછ કરી ઝડતી લીધી હતી.જેમાં નશાની હાલતમાં કાર હંકારતા હોવાનું માલુમ પડ્યું હતું.આ ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામા મુજબ નાઇટ કર્ફ્યુ ચાલુ હતું તે દરમિયાન ઘરની બહાર નિકળવાના ગુના હેઠળ પોલીસ કર્મચારી રાજકુમાર કરૂણા શંકરે સંકેદ દેસાઇ વિરૂધ્ધ ગુનો દાખલ કરી અટક કરી હતી.

અન્ય સમાચારો પણ છે...