તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Valsad
  • In Valsad, A Scam Of Buying A Bike On Loan Based On The Documents Of Others And Selling It To Others Was Caught, 3 Were Arrested.

છેતરપિંડી:વલસાડમાં અન્યના ડોક્યુમેન્ટના આધારે લોન પર બાઈક ખરીદી અન્યને વેચવાનું કૌભાંડ ઝડપાયુ, 3ની ધરપકડ કરાઈ

વલસાડ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લોકોને રૂપિયા આપવાની લાલચ આપી સ્થાનિક લોકોના આધારકાર્ડ અને જરૂરી ડોક્યુમેન્ટ લઈ લેતા હતા.
  • ડોક્યુમેન્ટ લઈ બેંકોમાં લોન મૂકીને બાઈક ખરીદી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં બાઈક વેચીનાખી નાખતા હતા
  • બેંક અને ફાઇનાન્સ કંપની દ્વારા ઉઘરાણી કરવા લોકોના ઘરે પહોંચતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો

વલસાડમાં રૂપિયાની લાલચ આપી ડોક્યુમેન્ટના આધારે લોન મુકી બાઈક ખરીદી અન્ય લોકોને વેચી નાંખવાનું કૌભાંડ ઝડપાયું છે. વલસાડ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક લોકોને રૂપિયા આપવાની લાલચ આપી સ્થાનિક લોકોના આધારકાર્ડ અને જરૂરી ડોક્યુમેન્ટ લઈ બેંકોમાં લોન મૂકીને બાઈક ખરીદી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં બાઈક વેચીનાખી નાખતા હતા. બેંકમાં સમયસર લોન ન ભરતા બેંક અને ફાઇનાન્સ કંપની દ્વારા ઉઘરાણી કરવા લોકોના ઘરે પહોંચતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરીને ત્રણની ધરપકડ કરી 16 બાઈક રિકવર કર્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વલસાડ તાલુકાના અલગ અલગ ગામડાઓમાં વિજય ઓમકાર પાટીલ અને તેના અગરીતો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને રૂપિયા આપવાની લોભામણી લાલચ આપી ગ્રામ્ય વિસ્તારના ભોળા લોકોના આધારકાર્ડ સહિત જરૂરી ડોક્યુમેન્ટ મેળવી બાઇકની ખરીદી કરતા હતા. ટોળકી દ્વારા મહારાષ્ટ્ર અને જિલ્લાના અલગ અલગ વિસ્તારમાં બાઈક વેચી નાખતા હતા. જે વ્યક્તિના નામે લોન લીધી હોય તે વ્યક્તિના ઘરે લોન વસૂલી કરવા બેંકની નોટિસ અથવાતો ઉઘરાણી માટે માણસો આવતા હતા. બનાવની જાણ રૂરલ પોલીસની ટીમને થતા PSI અમીરાજ રાણા અને તેમની ટીમે પ્રાથમિક તપાસ હાથ ધરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો છે.

વલસાડ અને મહારાષ્ટ્રમાં વેચવામાં આવતી હતી. મોટા ભાગની બાઈક વેચીનાખતા હતા. જેના રૂપિયા રોકડા લઈ લેતા હતા. બાઈક ખરીદનારને થોડા મહિનામાં બાઈક નામે કરી આપવાની ખાતરી આપી બાઈક વેચાણ કરતા હતા. રૂરલ પોલીસની ટીમે 16 બાઈક રિકવર કરીને 3 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડયા હતા. રૂરલ પોલીસે નાની દમણથી વિજય ઓમકાર પાટીલ, કાંજણહરી ગામનો મયુર અમ્રતભાઈ પટેલ અને જૂજવાનો અંકિત વિનોદભાઈ પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અપીલ વલસાડ ગ્રામ્ય વિસ્તારના લોકોને અન્ય લોકોને પોતાના આધાર સહિત અન્ય પુરાવાઓ ન આપવા તેમજ કોઈપણ લોકો ઉપર ખોટો વિશ્વાસ ન કરવા જાહેર જનતાને વલસડ SP ડો. રાજદીપસિંહ ઝાલાએ અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...