વલસાડમાં અતુલ કંપનીના પાવર યુનિટના જોઈન્ટ મેનેજરના રૂમ ઉપર ત્રણ અજાણ્યા ઈસમોએ લૂંટના ઇરાદે પ્રવેશ્યા હતા. જોકે, કંપનીના જોઈન્ટ મેનેજરે પ્રતિકાર કરતા ઈસમોએ તેના પર જીવલેણ હુમલો કર્યો હતો. જે બાદ ભાગી છૂટ્યા હતા. ત્યારે કંપનીના જોઈન્ટ મેનેજરને ઈજા પહોંચતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. હાલ આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
વલસાડમાં અતુલ પાવર યુનિટમાં યુનિટના જોઈન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા પ્રમોદકુમાર પરમેશ્વર સિંગના રૂમ ઉપર 15 એપ્રિલની વહેલી સવારે 2:45 કલાકે ત્રણ અજાણ્યા ઇસમો કટર અને તિક્ષણ હથિયારો સાથે લૂંટના ઇરાદે પ્રવેશ્યા હતા. આ દરમિયાન પ્રમોદકુમારની પત્નીએ બૂમ મારતા તાત્કાલિક પ્રમોદકુમાર ઉઠી ગયા હતાં અને બૂમાબૂમ કરતા ત્રણેય ઈસમોએ પ્રમોદકુમાર પર જીવલેણ હુમલો કર્યો હતો. જે બાદ ગભરાઈને ભાગવા લાગ્યા હતા.
પ્રમોદકુમારે યોગ્ય પ્રતિકાર કરતા અજાણ્યા ઈસમો ચોરી અને લૂંટનો પ્રયાસ છોડી ભાગી છૂટયા હતા. જોકે, લૂંટારુઓના હુમલામાં પ્રમોદ કુમાર ઇજાગ્રસ્ત બન્યા હતા. પ્રમોદ કુમારની પત્ની અતુલ કંપનીના કંટ્રોલરૂમમાં ઘટનાની જાણકારી હતી. જેથી ઘટના સ્થળે તપાસ કરતા કટર, સાયકલની ચેન અને ટીશર્ટ સહિત મળી આવ્યા હતા. ઈજાગ્રસ્ત પ્રમોદકુમારને પ્રાથમિક સારવાર આપ્યા બાદ પારડી કુરેશી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. વલસાડ પોલીસ ઘટનાની જાણ થતા તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે. પારડી કુરેશી હોસ્પિટલના બિછાનેથી પ્રમોદકુમાર રૂરલ પોલીસને 3 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.