આગ:વલસાડમાં કેરવેલ પાછળ ઓઇલ અને કેમિકલના ગોડાઉનમાં લાગી આગ, બાજુમાં પાર્ક કરેલા વાહનો પણ આગની ઝપેટમાં આવ્યાં

વલસાડ15 દિવસ પહેલા
  • ગોડાઉનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી
  • ફાયર ફાઈટરની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબૂ પ્રયાસો હાથ ધરાયા

વલસાડના ગુંદલાવ ચોકડી પાસે આવેલા કેરવેલ પાછળ ઓઇલ અને કેમિકલના ગોડાઉનમાં બુધવારે સવારે અચાનક આગ લાગી હતી. ગોડાઉનમાં મુકેલા ઓઇલ અને કેમિકલના ડ્રમમાં આગ લાગતા કેમિકલના ડ્રમ ફૂટતા આગ વધારે પ્રસરી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બાજુમાં પાર્ક કરેલા વાહનો પણ આગની ઝપેટમાં આવ્યાં હતા.

આ ઘટનાની જાણ કેરવેલ સંચાલક અને વલસાડ ફાયર ફાઈટરની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે આવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં હતા. વલસાડ અને અતુલ ફાયર ફાઈટરની ટીમો ઘટના સ્થળે આવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધરાયા છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...