તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વલસાડમાં પોલીસથી બચવા ઘરની આગળ CCTV લગાવી દારૂનો વેપાર કરતું દંપતી ઝડપાયું

વલસાડ8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોલીસથી બચવા CCTVથી વોચ રાખતા

CCTV કેમેરાનો ઉપયોગ લોકો ચોરને પકડવા કરતા હોય છે. ત્યારે વલસાડના સિવિલ રોડ ઉપર એક બુટલેગરે પોલીસથી બચવા ઘરની આગળ આવેલા મુખ્ય માર્ગો ઉપર CCTV કેમેરા લગાવી દારૂનો વેપાર કરતો હતો. આવોજ એક કેસ 15 ફેબ્રુઆરીની રાત્રે સામે આવ્યો હતો. જેમાં વલસાડ સીટી પોલીસના જવાનોને મળેલી એક બાતમીના આધારે સિવિલ રોડ ઉપર એક બુટલેગરે પોલીસથી બચવા સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી રહ્યો હોવાની સીટી પોલીસને બાતમી મળતા પોલીસની ટીમે નિલેશ ઉર્ફે મિથુન મોહન સુરતી ના ઘરે રેડ કરી ઘરની પાછળ જમીનમાં બનાવેલા ચોર ખાનામાંથી 78 બોટલ દારૂના જથ્થા સાથે મિથુનની છોકરીની ધરપકડ કરી હતી. પોલીસને જોઇ નિલેશ ઉર્ફે મિથુન સુરતી અને તેની પત્ની રેખાબેન નિલેશ સુરતી દારૂનો અડ્ડો ચલાવનાર મુખ્ય સૂત્રધાર દંપતી ભાગી ગયું હતું. બંનેને વોન્ટેડ જાહેર કરી સીટી પોલીસે હાઈટેક 4 CCTV કેમેરા, LED, DVR અને 78 બોટલ દારૂનો જથ્થો કબજે કરી નીલમ સુરતીની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હતી. તે કેસમાં વોન્ટેડ આરોપી નિલેશ ઉર્ફે મિથુન સુરતી અને રેખાબેન સુરતીને સીટી પોલીસે બાતમીના આધારે તેઓના ઘર પાસેથી ઝડપી પાડયા હતા. પોલીસે વોન્ટેડ દંપતિન કોવિડ ટેસ્ટ કરવી રીપોર્ટ નેગેટિવ આવતા ધરપકર કરી આગળની તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે મિથુન સુરતી ઘણા વર્ષોથી દારૂનો વેપાર કરતો આવ્યો છે. જેને લઈને વલસાડ સહિત 3 જિલ્લાઓ અને સંઘ પ્રદેશમાં 2 વર્ષ માટે તડીપાર પણ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો