ચકચાર:વલસાડમાં ગલ્લાવાળા પાસે પૈસાની ઉઘરાણીમાં આયોગને ફરિયાદ થઇ

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વલસાડ પાલિકા - ફાઈલ તસવીર - Divya Bhaskar
વલસાડ પાલિકા - ફાઈલ તસવીર
  • પાલિકા કર્મીની ઓડિયો વાયરલ થયા બાદ બદલી કરી દેવાઇ હતી

વલસાડ શહેરમાં 2 માસ અગાઉ લારીગલ્લાવાળાઓને ધંધો કરવા દેવા માટે પાલિકાના બાંધકામ શાખાના કર્મચારી મહેશ ઉર્ફ મુન્ના ચૌહાણનો એક લારીગલ્લાધારક પાસે મોબાઇલ ફોન ઉપર રૂ.2 હજારની માગણીનો એક ઓડિયો ક્લિપ વાયલર થતાં ભારે ચકચાર જાગી હતી.

આ મામલે કર્મચારીની બદલી કરી દીધી હતી. આ કર્મચારી લારી ગલ્લાધારકો પાસે રૂપિયાની ઉઘરાણી કરતો હોવાની ફરિયાદ પાલિકાના મહિલા સભ્ય ઉર્વશી પટેલે એસપીને કરી હતી. આ કર્મચારી લારીગલ્લાવાળા સાથે દાદાગીરી કરી પરેશાન કરતો હતો.

આ મામલે કર્મચારીની બદલી કરવા સામે પાલિકાના સભ્ય ઝાકીર પઠાણે કાર્યવાહી કરવા પણ ચીફ ઓફિસરને ફરિયાદ કરી હતી. બાદમાં આ મામલે શહેરના એક જાગૃત નાગરિકે 23 માર્ચે પાલિકાના કર્મચારી દ્વારા લારીવાળાને ધંધો કરવા દેવા માટે રૂપિયા ઉઘરાવવા અંગેની ગુજરાત તકેદારી આયોગને ફરિયાદ કરી હતી.જેને લઇ આ મામલે તકેદારી આયોગે મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર પાઠ‌વી આ અંગે કાર્યવાહી કરી અરજદારને જવાબ આપવા જણાવ્યું હતું.

આના પગલે રાજ્યના મ્યુનિસિપલ કમિશ્નરે 18 મે 2022ની તારીખથી સુરત પ્રાદેશિક કમિશ્નરને પત્ર પાઠવી ફરિયાદી અરજદારની 23 માર્ચ 2022ની ફરિયાદના અનુસંધાને તપાસ કરાવી જરૂરી ચકાસણી કરી નિયમોનુસાર યોગ્ય કાર્યવાહી કરી તે અંગેની જાણ કરી અરજદારને પ્રત્યુત્તર પાઠવવા સૂચના આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...