અકસ્માત:વલસાડમાં કાર ચાલકે કટ મારતા મોપેડ ચાલક ડિવાઇડર સાથે ટકરાયો, ટ્રક નીચે આવી જતા ઘટનાસ્થળે જ મોત

વલસાડ2 વર્ષ પહેલા
  • મોપેડ ચાલકે પહેરેલા હેલ્મેટનો કચ્ચરઘાણ નીકળી ગયો

વલસાડ પારનેરા ચંદ્રમોલેશ્વર મહાદેવ મંદિર સામે કાર ચાલકની કટ મોપેડ ચાલકને લગતા મોપેડ ચાલક મોપેડ લઈને બ્રિજના ડિવાઈડર સાથે ટકરાયો હતો. પાછળીથી આવતી એક ટ્રકમાં આવી જતા મોપેડ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. મોપેડ ચાલકે પહેરેલા હેલ્મેટનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

એક તરફ 32 માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહ્યું છે. પોલીસ વિભાગ દ્વારા વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. ત્યારે મંગળવારે સવારે પારનેરા ચંદ્રમોલેશ્વર મંદિર સામેથી વાપી તરફ જઈ રહેલા ઉદય ભટ્ટ તેની મોપેડ ન. GJ-15-BQ-3164 લઈને જઈ રહ્યો હતો.

જે દરમિયાન પાછળથી પસાર થતી અજાણી કારના ચાલકે ઉદયની મોપેડને કટ મારી હતી. ઉદયએ મોપેડ ઉપરથી કાબુ ગુમાવી દેતા ઉદયની મોપેડ બ્રિજની રેલિંગ સાથે ટકરાયો હતો.

રેલિંગ સાથે ટકરાઈને ઉદય રોડ ઉપર પડતા પાછળથી આવતી ટ્રક નીચે આવી જતા ઉદય ભટ્ટનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત થતા સ્થાનિક વાહન ચાલકોએ તાત્કાલિક 108ની ટીમ અને પોલીસની ટીમે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી. લાશનો કબ્જો મેળવી મુંબઇ રહેતા ઉદયન પરિવારનો સંપર્ક કરવાના પ્રયત્નો હાથ ધાર્યા છે.

અન્ય સમાચારો પણ છે...