નાના વેચાણકર્તાઓમાં ભારે રોષ:વલસાડમાં નગરપાલિકા દ્વારા 30 પાથરણાંવાળા-8 લારી દૂર કરાઇ

વલસાડ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રોડની બાજૂમાં નડતર થતાં પાલિકાએ કાર્યવાહી કરતા દોડધામ

વલસાડ પાલિકા દ્વારા ધરમપુર રોડ ઉપર ગરીબ શ્રમજીવીઓની સાધન સામગ્રી કબજે કરતા વિવાદ સર્જાયા બાદ ફરીથી બીડીસીએ સામે ભીડભંજન મંદિર તરફના રસ્તાની બાજૂના પારથરણાં,લારીવાળાને નિશાન બનાવતાં નાના વેચાણકર્તાઓમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.

લોકોને મોંઘવારીમાં સસ્તા ભાવે તૈયાર કપડા,પર્સ,બેગ વિગેરે વસ્તુઆ વેચવા માટે વલસાડમાં ભીડભંજન રોડની બાજૂમાં અનેક ગરીબ પરિવારો પાથરણાં લારી મૂકી બાળકોનું ભરણપોષણ કરે છે.આ રોડ ઉપર આવા પરિવારો વ્યાજબી ભાવે ચીજવસ્તુઓનું વેચાણ કરતા હોવાથી ગરીબ મધ્યમ પરિવારના ગ્રાહકો ખરીદી માટે આવજા કરે છે.આ રોડ પરથી ભારે વાહનો પસાર થતા નથી,મોટાભાગે દ્વિચક્રી વાહનોની અવરજવર રહે છે.દરમિયાન પાલિકાએ બુધવારે અચાનક આ રોડની બાજૂમાં પાથરણાંવાળા અને લારીઓ ઉંચકી જવાની કાર્યવાહી હાથ ધરતાં પરિવારો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા.

આ પરિવારોએ રોડની અંદરની તરફ બેસવાની વિનંતિ કરવા છતાં સમુળગાં જ તેમને હટાવી દઇ સામાન ઉંચકી જવાની કાર્યવાહી હાથ ધરતાં પાથરણાંવાળાઓ પોતાનું સામાન ભરીને હટી ગયા હતા.પ્લાસ્ટિક,થાંભલી પાલિકાએ છુટી કરી દીધી હતી.જ્યારે રોડ પર 8 જેટલી ખાણીપીણીની લારી પાલિકાની ટીમે કબજે કરી ટ્રેકટરમાં ભરી લઇ જવામાં આવી હતી.તાજેતરમાં જ વલસડ ધરમપુર રોડ પર રોજનું પેટિયું રળતાં પરિવારોને પણ દૂર કરી દેવાતાં માનવીય અભિગમ ધરાવતા લોકોમાં રોષની લાગણી વ્યાપી ગઇ હતી.પાલિકાએ ફરીથી બુધવારે ભીડભંજન રોડની બાજૂના 30થી વધુ પાથરણાં,લારી હટાવી દેતાં ચિંતામાં મૂકાઇ ગયા હતા.આ પરિવારોને રોડની અંદરની તરફ બેસવા દેવામાં આવે તેવી માગણી કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...