તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:વલસાડમાં ફાયર NOC ન લેતાં 4 હોલના નળ -ડ્રેનેજ જોડાણ કપાયા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાની નોટિસોને અભરાઇએ ચઢાવી દેવામાં આવી હતી, પ્રાદેશિક કમિશ્નરે કડક હુકમ કરતા પાલિકાએ કાર્યવાહી હાથ ધરી

વલસાડ શહેરમાં બિલ્ડિંગો,હોલ સહિતની પ્રિમાઇસિસમાં ફાયર સેફટી માટે NOC ન લેતા 4 સમાજના હોલના નળ અને ડ્રેનેજ કનેકશનો કાપી નાંખ્યા હતાં. હાઇકોર્ટમાં દાખલ પીઆઇએલ હેઠળ વલસાડનામં હાઇરાઇઝ, વાણિજ્યિક, હોટલો, રેસ્ટોરન્ટો વિગેરે મિલકતો, બિલ્ડિંગોના માલિકો અને અરજદારોએ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેવિંગ મેઝર્સ-2013ની જોગવાઇના અમલ માટે સક્ષમ સત્તાઘિકારી પાસેથી ફાયર એનઓસી મેળવવાની હતી.

તેમ છતાં વલસાડ શહેરમાં આવી કુલ 180 મિલકતો ધરાવનારા માલિકો કબજેદારોને પાલિકાએ નોટિસો ફટકારી છતાં પાલિકાની નોટિસોને અભરાઇએ ચઢાવી દેવાઇ હતી. જેના પગલે આવી બિલ્ડિંગો મિલકતોના નળ અને ગટર કનેકશનો કાપી નાંખવાપ્રાદેશિક નગરપાલિકા કમિશ્નરે વલસાડ પાલિકાને કડક કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. ફાયર એનઓસી ન લેનાર જેમાં શહેરના ઘાંચી સમાજનો હોલ,મોચી સમાજનો હોલ,રાજપૂત સમાજનો હોલ અને પ્રજાપતિ સમાજના હોલના ગટર કનેકશન અને નળ કનેકશન તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યા હતા.

180 મિલકતો પૈકી 1 મિલકતધારકે જ NOC લીધી હતી
વલસાડ પાલિકાએ બિલ્ડિંગો, મિલકતોમાં ફાયર એનઓસી લેવા છેલ્લા એક વર્ષથી 180 મિલકતધારકો અને કબજેદારોને નોટિસો જારી કરી હતી.જેમાંથી આશ્ચર્યજનક રીતે માત્ર 1 મિલકધારકે પાલિકા પાસેથી ફાયર એનઓસી લીધી હતી.આ મુદ્દો પ્રાદેશિક કચેરી સમક્ષ પહોંચતા કમિશ્નરે સખત કાર્યવાહીનો આદેશ કર્યો હતો.

વાપીમાં એનઓસી માટે અરજી પણ કરનાર બે સિનેમા,એક હોલનું નળ કનેકશન કપાયું
વાપી નગરપાલિકા હદ વિસ્તારમાં ફાયરની એનઓસી લેવા માટે સરવે કરી પાલિકાએ કેટલાક બિલ્ડીંગોને નોટિસ જારી કર્યા બાદ આખરે 3ના નળ જોડાઓણ કાપી નાખ્યા હતા.આમ છતાં કોઇ પ્રક્રિયા ન કરાતાં આખરે બુધવારે બિલ્ડિંગોના ડ્રેનેજ તથા પાણીના કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં હતી. કન્નડ સંઘ હોલ, સમ્રાટ સિનેમા ,શક્તિ સિનેમા બિલ્ડીંગના નળના કનેકશન કપાયા હતાં. ગુરૂવારે પણ આ આ રીતે ફાયર ફાયર માટે અરજી કરેલી ન હોય તથા ફાયરની કોઈ પણ સુવિધાઓ ઉભી કરેલી ન હોય તેવા બિલ્ડિંગોના પાણી અને ડ્રેનેજના કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવશે.

પાલિકામાં કાયમી ફાયર ઓફિસર જરૂરી
પાલિકામાં વર્ષો પછી પણ ફાયરને લગતા પ્રશ્નો માટે રિઝયન ફાયર ઓફિસર સુરત દ્વારા કામગીરી ચાલી રહી છે. વાપી પાલિકામાં હજુ સુધી કાયમી ફાયર ઓફિસરની નિમણૂંક કરાઇ હતી.જનપ્રતિનિધિઓની રજૂઆત માત્ર કાગળ પર રહી ગઇ છે.

ઉમરગામમાં બિલ્ડિંગોના નળ-ગટર જોડાણ કપાશે
ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ફાયર સેફટી બાબતે સમય અંતરે નગરપાલિકા તંત્ર દ્વારા નિયમોનું પાલન કરાવવા કવાયત થતી જોવા મળે છે અગાઉ પણ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા 27 થી વધુ લોકોને નોટિસ બજાવી હતી. સુરત આરસીએમ દ્વારા ઉમરગામ નગરપાલિકાના ચીફ ઓફિસરને સૂચન કરી ફાયર noc ન લીધી હોય એવી બિલ્ડિંગો સામે કાર્યવાહી કરવા તાકીદ કરી છે.

સુરત આરસીએમની સૂચનાને ધ્યાને લઇ નગરપાલિકા ચીફ ઓફિસર વિપુલ પરમારના માર્ગદર્શન હેઠળ પાલિકાના કર્મચારીઓએ નગરપાલિકા હદ વિસ્તારમાં ફાયર noc ન લીધી હોય એવી બિલ્ડિંગોના નળ કનેક્શન અને ગટર કનેક્શન કાપવાની કામગીરી હાથ ધરાતા ફફડાટ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...