કોરોના સંક્રમણ:વલસાડમાં 4 અને પારડીમાં 1 કોરોના સંક્રમિત,1 દર્દીનું મોત

વલસાડ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાઈડલાઈનનું પાલન ન કરાતા સંક્રમણ વધી રહ્યું છે
  • 72 વર્ષીય વૃધ્ધ સહિત 2 દર્દીએ કોરોનાને માત આપી

વલસાડ જિલ્લામાં કોરોનાના કેસમાં વધુ 4 દર્દીનો ઉમેરો થયો છે.સોમવારે વલસાડમાં 4 અને પારડી ખાતે 1 મળી 5 જેટલા કોરોનો પોઝિટિવના કેસો સામે આવ્યા હતા.આ સાથે વલસાડના ધમડાચી ગામે 46 વર્ષીય એક યુવાન દર્દીનું મોત નિપજતાં ચિંતા ફેલાઇ હતી. વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણને રોકવા માટે હાલે જિલલા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનના બંન્ને ડોઝ મૂકવાની તેજ કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે.બીજી તરફ કોરોનાથી સુરક્ષિત રહેવા માટે કોવિડ-19ની ગાઇડલાઇનનો ચૂસ્ત અમલ ક્યાંય ગંભીરતાથી જોવા મળતો નથી. માસ્કનું પણ યોગ્ય પાલન થતું હોય તેવુ જણાતું નથી.

કોરોનાને હજી હળવાસથી લેવામાં આવી રહ્યું હોય તેવી પ્રતિતી થઇ રહી છે.કોવિડ-19ની માર્ગદર્શિકાનો ચૂસ્ત અમલ કરી કોરોનાથી સુરક્ષિત રહેવા લોકોએ જાગૃત રહેવું જરૂરી બન્યું છે. વેક્સિનેશનથી કોરોનાની ગંભીર અસર મટી છે,પરંતુ કોરોના સંક્રમણથી બચવાની પણ એટલી જ જરૂર છે.

સોમવારે જિલ્લામાં વલસાડ અને પારડીમાં કુલ 5 કેસ નોંધાયા હતા. જેમાં વલસાડમાં 4 અને પારડીમાં 1 કેસ નોંધાયો હતો. જ્યારે વલસાડના ધમડાચી ખાતે એક 46 વર્ષીય યુવાન દર્દીનુ મોત થયું હતું, જેનાથી ચિંતા વધી ગઇ હતી. બીજી તરફ વલસાડના રામરતન સોસાયટીમાં રહેતા 58 વર્ષીય દર્દી અને હનુમાનભાગડાના 72 વર્ષીય વૃધ્ધ દર્દીએ કોરોનાને માત આપી સાજા થઇ ગયા હતા.

દિવાળીના તહેવાર પૂર્વેથી વલસાડ જિલ્લામાં લોકો બેફિકર બની બજાર, મોલ સહિત જાહેર સ્થળો પર ભીડ સાથે ઉમટી રહ્યા હોવાનું દ્રશ્ય શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યું હતું. હાલમાં પણ આજ પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેમાં કોરોના ગાઈડલાઈનનો છેદ ઉડાડી સામાજિક અંતરનું પાલન કરતા ન હોય સંક્રમણ વધ્યું છે.

ક્યાં કેટલા કેસ નોંધાયા
તાલુકોગામ સ્થળઉમરપુ.સ્ત્રી
વલસાડતિથલ50પુરૂષ
વલસાડવાડી ફ‌ળિયા64પુરૂષ
વલસાડમોટાપારસીવાડ81પુરૂષ
વલસાડમગોદ55સ્ત્રી
પારડીપારડી50પુરૂષ
અન્ય સમાચારો પણ છે...