કોરોનાવાઈરસ / વલસાડમાં નિયમોનું ભંગ કરતા 36 વેપારી દંડાયા

In Valsad, 36 traders were punished for violating the rules
X
In Valsad, 36 traders were punished for violating the rules

  • વેપારીઓને 7 હજારનો દંડ ફટકારાયો

દિવ્ય ભાસ્કર

Jul 03, 2020, 04:00 AM IST

વલસાડ. કોરોના વાયરસનું સંક્રમણ વધતાં વલસાડ શહેરમાં પાલિકાની ટીમ દ્વારા કોવિડ -19 નિયમોનું પાલન કરાવવા કડક ચેકિંગ હાથ ધરાયું હતું.જેમાં ગુરૂવારે વિવિધ દૂકાનો પર પહોંચતાં માસ્ક પહેર્યા વિનાના 36 વેપારી દંડાયા હતા.આ વેપારીઓને કુલ રૂ.7,200નો દંડ ફટકારતા દૂકાનદારોમાં ભારે ચહલપહલ મચી ગઇ હતી. 

દંડનો મેમો ફાડીને રકમની સ્થળ પર વસુલાત કરી
જિલ્લા સહિત વલસાડમાં પણ કોરોના પોઝિટિવ કેસો વધવા માડતાં સંક્રમણથી બચવા માટે કોવિડ-19ના નિયમોનું પાલન કરાવવા કલેકટરના જાહેરનામા હેઠળ નગરપાલિકાના શોપ્સ ઇન્સપેક્ટર રમણભાઇ રાઠોડની આગેવાની તથા સંકલન હેઠળ ચેકિંગની  કાર્યવાહી હાથ ધરાઇ હતી.પાલિકાની ટીમે વલસાડના સ્ટેડિયમ રોડ,હાલર રોડ અને સ્ટેશન રોડ પર દૂકાનોનું ચેકિંગ હાથ ધરતાં માસ્ક પહેર્યા વિના વેપારીઓ નજરે પડ્યા હતા.આ વિસ્તારના 36 વેપારીઓને કુલ રૂ.7,200નો દંડ ફટકારવામાં આવતાં વેપારી વર્તુળમાં ભારે ફફડાટ પેસી ગયો હતો.માસ્ક હોવા છતાં તે પહેરવાની બેદરકારીને લઇ દંડનીય કાર્યવાહીનો વેપારીઓને સામનો કરવો પડ્યો હતો.પાલિકાની ટીમે દંડનો મેમો ફાડીને રકમની સ્થળ પર વસુલાત કરી હતી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી