કોરોના સંક્રમણ:વલસાડમાં 3 મહિલા, 1 પુરૂષ સહિત 5 સંક્રમિત, 5 દર્દી સાજા

વલસાડએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વલસાડ જિલ્લામાં કોરોનાના કેસ વત્તાઓછાં પ્રમાણમાં નોંધાવા સાથે કોરોના દર્દીઓ સાજા થવાનો સિલસિલો પણ જારી રહ્યો છે.મંગળવારે વલસાડમાં વધુ 5 કોરોના પોઝિટિવ દર્દી નોંધાવા સાથે તેની સામે 5 દર્દી કોરોના મુક્ત થઇ ગયા હતા.જ્યારે જિલ્લામાંએક્ટિવ કેસની સંખ્યા 40 ઉપર યથાવત રહી હતી.

વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણના કેસ નોંધાવા સાથે જિલ્લા આરોગ્ય વિભાગે હાલે રસીકરણ ઉપર વધુ ફોકસ કર્યું છે.વેક્સનેશનના ડોઝથી કોરોના સંક્રમણના દર્દીઓના સાજા થવાના સંજોગો ઉજળા બન્યા છે. બીજી લહેરમાં કોરોનાના દર્દીઓની સ્થિતિ ગંભીર બનતી હતી તેવું હાલે બન્યું નથી.જેમાં વેક્સિનેશનનો સુરક્ષા કવચ આશિર્વાદરૂપ હોવાનું મનાઇ રહ્યું છે.

વલસાડ શહેરમાં મંગવારે અબ્રામામાં 40 વર્ષીય મહિલા અને 49 વર્ષીય યુવાન તથા શહેરના ખંડુજી ટેકરા વિસ્તારમાં રહેતા 32 વર્ષીય મહિલા ઉપરાંત તાલુકાના ધમડાચી ગામે આહિરવાડમાં 46 વર્ષીય યુવાન અ્ને હનુમાનભાગડામાં 49 વર્ષીય મહિલા સંક્રમિત થઇ હતી.આ સાથે 5 દર્દી સાજા થઇ ગયા હતા.હાલે એક્ટિવ કેસની સંખ્યા 40 પર યથાવત રહી છે.

અન્ય સમાચારો પણ છે...