ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કાર્યવાહી:વલસાડમાં ઓગસ્ટ માસમાં વાપીમાંથી 3 અને વલસાડમાંથી 2 નમુના લઈ તપાસ કરવામાં આવી

વલસાડ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • હળદરમાં કોપરની માત્રા વધુ જણાતા સાપુતારાની હોટલ કંસાર પેલેસને નોટિસ
  • ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આકસ્મિત ચેકીંગ હાથ ધરવામાં આવે છે

વલસાડ જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા વેપારીને ત્યાંથી ખાદ્ય પદાર્થોની ચકાસણી કરવા માટે ઓગસ્ટ માસ દરમિયાન વાપીમાંથી 3 અને વલસાડમાંથી 2 મળી કુલ 5 નમુના લેવામાં આવ્યા હતાં. ગત જુલાઈ માસમાં 34 નમૂના લેવામાં આવ્યા હતા. જુલાઈ અને ઓગસ્ટ માસ મળીને કુલ 39 નમૂનાની ચકાસણી કરતા ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006ના નિયમો અને રેગ્યુલેશન -2011 અનુસાર કુલ 7 નમુના સામાન્ય જણાઈ આવ્યા હતાં. જ્યારે 1 નમુનો ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ-2006ના નિયમો અને રેગ્યુલેશન – 2011 અનુસાર ગુણવતા ધરાવતો ન હોવાથી નાપાસ થયો હતો. જેથી સાપુતારાની એક હોટલના મેનેજરને તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી હતી.

ફૂડ સેફ્ટી ઓફિસર સી.એન.પરમારે સાપુતારા ખાતે રોઝ ગાર્ડનની સામે આવેલી હોટલ કંસાર પેલેસમાં તપાસ કરી લુઝ હળદર પાઉડરના નમૂના લીધા હતા. જેનો રિપોર્ટ આવતા હળદરમાં કોપરની માત્રા વધુ જણાય હતી. જેથી હોટલના મેનેજર કમ ફૂલ બિઝનેસ ઓપરેટર એવા હિમાંશુ સુરેશભાઈ મોદીને નોટિસ ફટકારી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...