નબળો પ્રતિસાદ:વલસાડમાં 80 વર્ષથી વધુ વયના 23,610 મતદારો પોસ્ટલ બેલેટથી મતદાન માટે ફોર્મ લઈ ગયા, 745 મતદારોએ જ ફોર્મ ભરી પરત આપ્યા

વલસાડ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે રાજ્ય ચૂંટણી વિભાગ દ્વારા એકપણ મતદાર લોકશાહીના મહા પર્વની ઉજવણીની વંચિત ન રહે તે માટે વિવિધ વિસ્તારોમાં મતદાર જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતરર્ગત વલસાડ જિલ્લાના 80 વર્ષથી વધુના 24,670 વયોવૃદ્ધ મતદારો પૈકી 23,610 મતદારો બેલેટ પેપર માટે અરજી ફોમ લઈ ગયા હતા. જે પૈકી માત્ર 745 વયોવૃદ્ધ મતદારોએ બેલેટ પેપરથી મતદાન કરવા અંગે અરજી કરી હતી. જ્યારે 7,360 વલસાડ જિલ્લાના દિવ્યાંગ મતદારો પૈકી માત્ર 101 મતદારોએ બેલેટ પેપર ઉપર મતદાન કરવા અંગે અરજી અને 12 ડી ફોમ જમા કરવી ગયા હતા.

રાજ્ય ચૂંટણી અધિકારીના સુચનના આધારે વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં વયોવૃદ્ધ મતદારો અને દિવ્યાંગ મતદારો માટે બેલેટ પેપરથી મતદાન કરવા અને વ્યવસ્થા તૈયાર કરવામાં આવી હતી. જે પૈકી વલસાડ જિલ્લામાં 24, 670 વયોવૃદ્ધ મતદારો પૈકી માત્ર 745 વયોવૃદ્ધ મતદારોએ બેલેટ પેપરથી મતદાન કરવા અંગે 12 ડી ફોમ ભર્યું હતું. જ્યારે જિલ્લામાં કોરોના ગ્રસ્ત 0 દર્દીઓએ બેલેટ પેપરથી મતદાન માટે અરજી કરી હતી. જયતે જિલ્લામાં 7,360 દિવ્યાંગ મતદારો પૈકી 7,240 દિવ્યાંગ મતદારો બેલેટ પેપરથી મતદાર કરવા અરજી ફોમ લઈ ગયા હતા. જે પૈકી માત્ર 101 મતદારોએ ફોમ ડી 12 ભરી બેલેટ પેપરથી મતદાન કરવા અંગે અરજી જમા કરાવી હતી.

વલસાડ જિલ્લામાં ચૂંટણીમાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા 303 કર્મચારીઓએ તેમના વિધાનસભા બેઠકમાં બેલેટ પેપર ઉપર મતદામ કરવા અરજી કરી હતી. વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં એકપણ મતદાર લોકશાહીના મહા પર્વની ઉજવણીથી વંચિત ન રહે તે માટે રાજ્ય ચૂંટણી વિભાગના આદેશ અનુસાર વયોવૃદ્ધ મતદારો કે દિવ્યાંગ મતદારો બેલેટ પેપરથી મતદાન કરવા ઇચ્છતા હોય અને જિલ્લા ચૂંટણી શાખામાં બેલેટ પેપરથી મતદાન અંગે અરજી અને ફોમ 12 ડી ભરીજનાર મતદારોના ઘરે જઈને મતદાન અંગેની વ્યવસ્થા જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજથી જિલ્લામાં વયોવૃદ્ધ અને દિવ્યાંગ મતદારો માટે બેલેટ પેપરથી મતદાનની શરૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...