તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે નવા 19 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 1644 પહોંચી ચૂક્યો છે.આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં વલસાડ તાલુકામાં 11, પારડી તાલુકામાં 7, ઉમરગામ તાલુકામાં 2 અને ધરમપુર તાલુકામાં 1 કોરોના સંક્રમિત નોંધાયા હતા.
કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ કે, આજે જિલ્લામાં 14 લોકો કોરોનાને માત આપવામા સફળ રહ્યા. વલસાડ જિલ્લામાં હવે કુલ ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધીને 1327 થઈ છે.
જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં આજ દિન સુધીમાં 1 લાખ 89 હજાર 136 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 28 હજાર 846 લોકોનું રસીનો બીજા ડોઝની કોરોના રસી મુકાવી છે.
વલસાડની પાડોશમાં આવેલા દમણમાં 12 નવા કેસો સાથે 70 એક્ટિવ કેસની સંખ્યા વધીને 1478 થઈ છે.
Sponsored By
પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.