કાર્યવાહી:વલસાડમાં જાહેરમાં બખેડો કરતા ટાઇલ્સ ફિટિંગના 2 કારીગર પકડાયા

વલસાડ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

વલસાડના રાજન નગર વાંકી નદીના પુલ પાસે જાહેરમાં બખેડો ઉભો કરતા ટાઇલ્સ ફિટિંગના 2 કારીગર પોલીસના હાથે ચઢી જતાં પોલીસ સ્ટેશનની હવા ખાવાનો વારો આવ્યો હતો. વલસાડ શહેરના રેલવે ઓવર બ્રિજ પાસે આવેલી રાજન નગરમાં બી બિલ્ડિંગમાં રહેતા ટાઇલ્સ ફિટિંગના કારીગરો દુલારામ મેવારામ ગુજ્જર ઉ.39 અને બીજુ ગુજ્જર ઉ.36નાએ વાંકી નદીના પુલ પાસે રસ્તા પર જાહેરમા મારા મારી કરી બખેડો ઉભો કરી દીધો હતો.

રસ્તે આવતા જતા લોકો અને વાહનચાલકો તથા સ્થાનિક રહીશોની શાંતિને ભંગ થાય તેવી રીતે બખેડો ચાલૂ હતો ત્યારે જ સિટી પોલીસની ટીમ પેટ્રોલિંગ દરમિયાન પસાર થતા દરમિયાન બંન્ને ઇસમોને પકડી જાહેરમાં મારામારી અને બખેડો ઉભો કરી શાંતિમાં ખલેલ પહોંચડવાનું કારણ પુછતાં કોઇ સંતોષજનક જવાબ મળ્યો ન હતો.પોલીસ બંન્નેની ધરપકડ કરી ગુનો દાખલ કરી કાર્યવાહી કરતાં આ બન્ને કારીગરોને પોલીસ સ્ટેશનની હવા ખાવાની નોબત આવી હતી.

અન્ય સમાચારો પણ છે...