ક્રાઇમ:વલસાડમાં કન્ટેનરમાંથી 1.29 લાખના દારૂ સાથે 2 ઝડપાયા

વલસાડએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલસાડ એલસીબીની ટીમે મુકુંદ કંપની પાસેથી એક કન્ટેનરને ચેક કરતા 1.29 લાખના દારૂના જથ્થા સાથે કુલ 16.31 લાખનો મુદ્દામાલ સાથે 2 ઈસમોની ધડપકડ કરી હતી. દારૂનો જથ્થો ભરાવનાર સુરતના સુરેશ ભરવાડને વોન્ટેડ જાહેર કર્યો હતો.

એલસીબીની ટીમને મળેલી બાતમીના આધારે એક કન્ટેનરમાં વાપીથી દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે વલસાડ એલસીબીની ટીમે મુકુંદ બ્રિજ પાસે કન્ટેનરને અટકાવી ચેક કરતા કન્ટેનરમાં ચેક કરતા 2184 બોટલ દારૂનો જથ્થો જેની કિંમત રૂ. 1.29 લાખના જથ્થા સાથે કન્ટેનર ચાલક રાજુ ભગવાન સિંહ ઉ.વ. 33 અને ભીમચરણ નંદકિશોર પાત્રો ઉ,વ. 27ને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીઓની પ્રથમિક પૂછપરછ કરતા સુરેશ ભરવાડ નામના ઈસમે દારૂનો જથ્થો મુકાવી સુરત કામરેજ પાસે ઉભા રહેવા જણાવ્યું હતું. તે બાઈક પર કેન્ટેનરની પાછળ આવી રહ્યો હોવાનું જણાવ્યું હતું પોલીસે સુરેશ ભરવાડને વોન્ટેડ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...