તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વલસાડમાં 2 જણા વરલી મટકા રમાડતા ઝડપાયા

વલસાડ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

વલસાડના બેચર રોડ ઉપર તરણકુંડ સામેના રોડની ગલીમાં આવેલા મૃણાલ હોસ્ટપિટલ પાછળની વસાહતમાં રહેતી લિસ્ટેડ મહિલા ગેમ્બર તારા બાબુ પટેલને સિટી પોલીસના રાજકુમાર કરૂણાશંકર, કીરીટસિંહ,યોગીતા અશોકભાઇએ વરલી મટકાનો જુગાર રમાડતી આબાદ ઝડપી પાડી હતી. તેની પાસેથી વરલી મટકાના આંકડાની કાપલીઓ તથા રૂ.5240 રોકડ કબજે કરી ધરપકડ કરી હતી.

આ ઉપરાંત મોટાપારસીવાડ પાછળ તરીયાવાડમાં રસ્તે આવતા જતા લોકોને વરલી મટકાના આંકડાનો જુગાર રમાડવામાં આવતો હોવાની બાતમી મળતા સિટી પોલીસ મથકના કો.કીરીટ મોતીભાઇ,રવિન્દ્ર રતનજી અને યોગીતા અશોકભાઇ પેટ્રોલિંગ દરમિયાન તરીયાવાડ ખાતે રેડ કરતાં એક ઇસમ મનીષ મનસુખ પટેલ ઝડપાયો હતો. પોલીસે રૂ.830 રોકડા પણ કબજે કરી તેની જુગારધારા હેઠળ ધરપકડ કરી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો