તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:વલસાડમાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 19 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા વધીને 152 થઈ

વલસાડ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં કુલ 1,87,251 લોકોને રસીનો પ્રથકમ ડોઝ આપી દેવાયો

વલસાડ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે નવા 19 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 1624 પહોંચી ચૂક્યો છે.આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં વલસાડ તાલુકામાં 10, પારડી તાલુકામાં 6, વાપી તાલુકામાં 1 અને કપરાડા તાલુકામાં 2 કોરોના સંક્રમિત નોંધાયા હતા.

કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ કે, આજે જિલ્લામાં 13 લોકો કોરોનાને માત આપવામા સફળ રહ્યા. વલસાડ જિલ્લામાં હવે કુલ ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા વધીને 1313 થઈ છે.

વલસાડ જિલ્લામાં 2 વૃદ્ધનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ આંક નોંધાયો છે. જેની સાથે વલસાડ જિલ્લામાં 153 લોકોના કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હોવાનું આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયું છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં આજ દિન સુધીમાં 1 લાખ 87 હજાર 251 લોકોએ કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 28 હજાર 255 લોકોનું રસીનો બીજા ડોઝની કોરોના રસી મુકાવી છે.

વલસાડ ઉપરાંત પાડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાં આજે નવા 11 કેસ નોંધાયા હતા. દમણમાં હવે એક્ટિવ કેસની સંખ્યા વધીને 59 પર પહોંચી ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો